Dahi Aloo Nu Shaak Recipe in Gujarati | દહીં આલું નું શાક.
નમસ્તે મિત્રો, આજે આપણે વધુ એક સાદી અને સરળ કરી રેસીપી શીખીશું જેનું નામ છે દહીં આલું નું શાક (Dahi Aloo nu Shaak). આ શાક ખાવામા અત્યંત સ્વાદિષ્ટ અને બનવામાં અત્યંત સરળ એવું છે. ઉપરાંત આ શાક લગભગ તમામ લોકોને પણ પસંદ પડશે. જેથી આપ કોઈ પણ સમયે આ શાક ઘર પર આપના પરિવારજનો અને બાળકો માટે બનાવી શકો છો. આ શાક બટેટાના શાક કરતા પણ વધુ સ્વાદિષ્ટ છે કારણકે આ શાકમાં બટેટાની સાથે દહીં અને અન્ય મસાલાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી આ શાક ખાવા પણ વધુ સ્વાદિષ્ટ લાગશે.

આ શાક ઘર પર બનાવવું ખુબ સરળ છે. આ શાક બનાવવા માટે આપને ફક્ત બટેટા, દહીં અને રેગુલર મસાલાઓની જરૂર પડશે. આ તમામ સામગ્રીઓની મદદથી આપ હોટલ જેવુજ શાક ઘર પર માણી શકશો. દરરોજ એકને એક શાક ખાવા કરતા મેન્યુમાં કઈક નવીનતા લાવવા માટે આ શાક એક શ્રેષ્ટ ઉપાય છે. તો ચાલો મિત્રો જોઈએ દહીં આલું બનાવવાની રીત.
દહીં આલું બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૨૦૦ ગ્રામ સરખા કદના બટાટા(potato).
- ૫૦-૬૦ ગ્રામ પંજાબી દહીં(Punjabi curd).
- ૧ સમારેલ ટમેટું(tomato).
અન્ય સામગ્રીઓ:
- ૧/૨ ચમચી રાઈ(mustard seeds).
- ૧/૨ ચમચી જીરું(cumin seeds).
- ૧ સુકું મરચું(dry chili).
- ૧ ચમચી લસણ-મરચાંની પેસ્ટ(garlic-chili paste).
- ૧ ચમચી કોથમીર(coriander leaves).
- ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala).
- ૨ ચમચી તેલ(oil).
- નમક સ્વાદ અનુસાર(salt).
- તળવા માટે તેલ(oil).
મસાલા માટેની સામગ્રી:
- ૧ ચમચી બી(peanuts).
- ૧ ચમચી તલ(sesame seeds).
- ૧/૨ ચમચી હળદર પાવડર(Turmeric powder).
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
- ૧ ચમચી ધાણા પાવડર(coriander powder).
- ૧ ચમચી ડ્રાય બ્રેડ ક્રમબ(dry bread crumb).
દહીં આલું કરી બનવવા માટેની રીત:
- એક કડાઈમાં તેલ ગરમ કરી, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં સમારેલ બટાટા નાંખી તે સોફ્ટ બની જાય ત્યાં સુધી તળી લો. ત્યારબાદ તેને પ્લેટમાં કાઢી લઇ એકબાજુ મૂકી દો.
- હવે એક મિક્ષ્ચર જાર લઇ તેમાં બી, હળદર પાવડર, તલ, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ડ્રાય બ્રેડ ક્રમબ નાંખી તેને સરખી રીતે બ્લેન્ડ કરી લો અને બાઉલમાં કાઢી લો.
- હવે એક નોન સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં જીરું અને રાઈ નાંખી ફૂટવા દો. ત્યારબાદ તેમાં સુકું મરચું, લસણ-મરચાંની પેસ્ટ, આગાઉ બનાવેલ મિક્ષ્ચર ઉમેરી ગેસ ધીમો કરી ૩૦-૬૦ સેકન્ડ માટે પકાઓ.
- બધાજ મસાલાઓને સરખી રીતે પકવ્યા બાદ તેમાં તરતજ જરૂર અનુસાર પાણી ઉમેરો, જેથી મસાલાઓ બળે નહી. હવે તેમાં તળેલા બટાટા ઉમેરી તે તેલ છોડવા માંડે ત્યાં સુધી પકાઓ.
- હવે તેમાં સમારેલ ટામેટા, ગરમ મસાલો ઉમેરી, ૧ મિનીટ સુધી મધ્યમ તાપમાન પર પકાઓ. ૧ મિનીટ બાદ તેમાં દહીં ઉમેરી, મિક્ષ કરી ગેસ બંધ કરી લો અને સર્વિંગ પ્લેટમાં લઇ રોટી અથવા રાઈસ સાથે સર્વ કરો.
Dahi Aloo Nu Shaak Recipe in Gujarati | દહીં આલું નું શાક
Ingredients
- ૨૦૦ ગ્રામ સરખા કદના બટાટા potato.
- ૫૦-૬૦ ગ્રામ પંજાબી દહીં)Punjabi curd).
- ૧ સમારેલ ટમેટું tomato.
- ૧/૨ ચમચી રાઈ mustard seeds.
- ૧/૨ ચમચી જીરું cumin seeds.
- ૧ સુકું મરચું dry chili.
- ૧ ચમચી લસણ-મરચાંની પેસ્ટ garlic-chili paste.
- ૧ ચમચી કોથમીર coriander leaves.
- ૧/૨ ચમચી ગરમ મસાલો garam masala.
- ૨ ચમચી તેલ oil.
- નમક સ્વાદ અનુસાર salt.
- તળવા માટે તેલ oil.
- મસાલા માટેની સામગ્રી:
- ૧ ચમચી બી peanuts.
- ૧ ચમચી તલ sesame seeds.
- ૧/૨ ચમચી હળદર પાવડર Turmeric powder.
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder.
- ૧ ચમચી ધાણા પાવડર coriander powder.
- ૧ ચમચી ડ્રાય બ્રેડ ક્રમબ dry bread crumb.
Instructions