Curry From Potato Fries Recipe in Gujarati | પોટેટો ફ્રાઈસ કરી રેસીપી.
પોટેટો ફ્રાઈસ એ લગભગ તમામ લોકોનું મનપસંદ સ્નેક છે અને જો તેમાંથી કોઈ કરી રેસીપી મળે તો મ્જ્જાજ પડી જાય ને…… આ કરી પોટેટો ફ્રાઈસ માંથીજ બનતી એક કરી રેસીપી (Curry From Potato Fries Recipe) છે જે એકવાર આચુક્પને ટ્રાય કરવા જેવી છે. ઉપરાંત બનાવવા માં પણ સરળ છે જેથી તમામ ગૃહિણીઓને લાંબી અને ઝંઝટ ભરેલ રેસીપીસ માંથી છુટકારો મળી જશે. આ રેસિપીમાં મુખ્ય સામગ્રી તરીકે બટાટા નો અને અન્ય મસાલાઓ નો ઉપયોગ કરાયો છે. જે લગભગ તમામ રસોડે આસાનીથી ઉપલબ્ધ હોઈ છે.

આ ડીશ બાળકોને તો ચોક્કસપણે પસંદ પડશે કારણકે સૌથી વધુ પોટેટો ફ્રાઈસ બાળકોને પસંદ હોઈ છે. તેથી કઈક નવીન ડીશ સર્વ કરવા માટે આ એકદમ ઉત્તમ ચોઈસ છે. આ ડીશને આપ રોટી, ફૂલકા અને રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. તો ચાલો મીત્રો જોઈએ, પોટેટો ફ્રાય કરી બનાવવાની રીત.
પોટેટો ફ્રાય કરી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૪ મધ્યમ કદના બટાટાની પાતળી સ્લાઈસ(potato slices)
- ૨ મધ્યમ કદનાં સમારેલ ટામેટા(tomatoes)
અન્ય સામગ્રીઓ:
- ૧ ઇંચ સમારેલ આદું(ginger)
- ૧ સમારેલ લીલું મરચું(green chilies)
- ૧/૨ ચમચી જીરું(cumin seeds)
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
- ૧/૨ ચમચી વરીયાળી પાવડર(fennel seeds powder)
- ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander powder)
- ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder)
- ચપટી હીંગ(asafetida)
- નમક સ્વાદ અનુસાર(salt)
- તળવા માટે તેલ(oil)
પોટેટો ફ્રાઈસ કરી બનાવવાની રીત:
- એક કડાઈમાં તેલ ગરમ કરી, તેલ ગરમ થઇ જાય ત્યારે પોટેટો સ્લાઈસને તેલમાં ઉમેરી તેને મધ્યમ તાપમાન પર તળી લો. ધ્યાન રાખો કે બટાટા સોફ્ટ થવા જોઈએ નહી કે ગોલ્ડન બ્રાઉન..
- તેને ૪-૫ મિનીટ સુધી તળી લો અને તળાય ગયા બાદ ટીસ્યુ પેપરમાં કાઢી લો. હવે એક બીજી કડાઈમાં૨ ચમચી તેલ ગરમ કરી, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું નાંખી જીરું ફૂટવા દો.
- હવે તેમાં હળદર પાવડર, વરીયાળી પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, આદું, હીંગ અને લીલા મરચા ઉમેરો. બધાજ મસાલાઓને મિક્ષ કરી લો જેથી તે બળે નહી.
- હવે તેમાં ટામેટા અને નમક ઉમેરી મિક્ષ કરી લો. ટામેટાને થોડી મીનીટો માટે પકાઓ, જો ગ્રેવી ડ્રાય લાગે તો થોડું પાણી ઉમેરો. હવે તેમાં ફ્રાઈડ પોટેટો, ગરમ મસાલો અને પાણી નાંખી મિક્ષ કરી લો. તેને ઢાંકી દઈ ૨ મિનીટ માટે પકાઓ.
- ૨ મિનીટ બાદ ગેસ બંધ કરી, કરીને સર્વિંગ પ્લેટમાં લઇ ફુલકા, રોટી સાથે સર્વ કરો.
Curry from potato fries(પોટેટો ફ્રાઈસ કરી રેસીપી)
How to make curry from potato fries.
Ingredients
- મુખ્ય સામગ્રીઓ:
- ૪ મધ્યમ કદના બટાટાની પાતળી સ્લાઈસ potato slices
- ૨ મધ્યમ કદનાં સમારેલ ટામેટા tomatoes
- અન્ય સામગ્રીઓ:
- ૧ ઇંચ સમારેલ આદું ginger
- ૧ સમારેલ લીલું મરચું green chilies
- ૧/૨ ચમચી જીરું cumin seeds
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧/૨ ચમચી વરીયાળી પાવડર fennel seeds powder
- ૧/૨ ચમચી ધાણા પાવડર coriander powder
- ૧/૪ ચમચી હળદર પાવડર turmeric powder
- ચપટી હીંગ asafetida
- નમક સ્વાદ અનુસાર salt
- તળવા માટે તેલ oil
Instructions