Veg Potli Recipe in Gujarati | વેજ પોટલી | Crispy Vegetable Potli.
હેલ્લો ફ્રેન્ડ્સ, ક્રિસ્પી વેજ પોટલી (Veg Potli Recipe) એ એક એવી સ્નેક ડીશ છે જે શાકભાજીઓથી ભરપુર અને સ્વાદિષ્ટ એવી છે. આ સ્નેક દેખાવમાં પણ ખુબજ આકર્ષક હોવાથી બાળકોને પસંદ પણ આવશે અને ભાવશે પણ. બાળકો હમેશા શાકભાજીઓ ખાવાથી દુર ભાગતા હોઈ છે, પરંતુ આ ડીશમાં શાકભાજીઓનો એવી રીતે ઉપયોગ કરાયો છે કે જેથી બાળકોને તે ખાવાની મજ્જા પડશે. આ પોટલીમાં બહારનું લેયર ક્રન્ચી અને અંદર સોફ્ટ સ્ટફીંગ નખાયું છે જેનું મિક્ષ્ચર અત્યંત સ્વાદિષ્ટ અને યમ્મી એવું હોઈ છે. આ વેજીટેબલ પોટલી આપ બાળકોની સાથોસાથ આપના પરિવારજનોને પણ સર્વ કરી શકો છો. મેહમાનોને પણ આ વેજીટેબલ પોટલી સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકાય છે.

આ સ્નેક બનાવવા માટે મેંદાનો લોટ, બટાટા અને શાકભાજીઓનો ઉપયોગ કરાયો છે, જે ખુબજ ઘરેલું સામગ્રીઓ છે. આ સામગ્રીઓ આપ બજારમાંથી આસાનીથી મેળવી શકો છો. આ સ્નેકની સાથે અલગથી કોઈ ચટની બનાવવાની જરૂર નહી રહે. આપ આ સ્નેકની સાથે ટોમેટો કેચપ સર્વ કરી શકશો. તો ચાલો મિત્રો જોઈએ ક્રિસ્પી વેજીટેબલ પોટલી બનાવવાની રીત.
ક્રિસ્પી વેજીટેબલ પોટલી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧ કપ મેંદાના લોટમાં નમક ઉમેર્યા બાદ બાંધેલો લોટ (all purpose flour dough with added salt).
- ૨ ચમચી બાફેલા અને કાપેલા બટાટા(boiled and chopped potatoes).
- ૨ ચમચી સમારેલ ગાજર(carrots).
- ૨ ચમચી સમારેલ કોબીજ(cabbage).
- ચમચી સમારેલ કેપ્સીકમ(capsicum).
- ૨ ચમચી અમેરિકન મકાઈના દાણા(American corn kernels).
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી આદું-લસણની પેસ્ટ(ginger-garlic paste).
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
- ૧-૨ ટીપાં લાલ ફૂડ કલર(red food colour).
- અડધા લીંબુનો રસ(lemon juice).
- ૧/૪ ચમચી ગરમ મસાલો(garam masala).
- ૧ ચમચી ખાંડ(sugar).
- ૧/૮ ચમચી હળદર પાવડર(turmeric powder).
- ૧ ચમચી તેલ(oil).
- ૧ ચમચી ઝીણી સમારેલ કોથમીર(coriander leaves).
- નમક સ્વાદ અનુસાર(salt).
- તળવા માટે તેલ(oil).
ક્રિસ્પી વેજીટેબલ પોટલી બનાવવાની રીત:
- સૌ પ્રથમ મેંદાનો લોટ લઇ તેમાંથી બે બોલ્સ જેટલો લોટ કાઢી લો અને બાકીના લોટમાં લાલ ફૂડ કલર ઉમેરી દો અને મિક્ષ કરી એકબાજુ મૂકી દો.
- હવે નોન-સ્ટીક કડાઈમાં ૧ ચમચી તેલ ગરમ કરી તેમાં આદું-લસણની પેસ્ટ નાંખી થોડી વાર માટે સાંતળો. હવે તેમાં સમારેલ કોબીજ, કેપ્સીકમ, ગાજર, અમેરિકન મકાઈ અને બાફેલા બટાટા ઉમેરી લો.
- હવે તેમાં જરૂર અનુસાર નમક, હળદર પાવડર, લાલ મરચું પાવડર ઉમેરી મિક્ષ કરી લો. હવે તેને ઢાંકી દઈ ૨ મિનટ સુધી મધ્યમ તાપમાન પણ પકાવો.
- ૨ મિનીટ બાદ તેમાં ખાંડ, લીંબુનો રસ ઉમેરી ઢાંકી દઈ ૩-૪ મિનીટ સુધી મધ્યમ તાપમાન પર પકવો.૩-૪ મિનીટ બાદ ઢાંકણ ખોલી તેમાં ગરમ મસાલો ઉમેરી ઢાંકી દઈ ૧ મિનીટ સુધી પકાઓ.
- ૧ મિનીટ બાદ તેમાં કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દો અને આ સ્ટફીંગને એકબાજુ મૂકી દો. હવે અગાઉ અલગ કાઢેલા લોટમાંથી નાના બોલ્સ બનાવી લો.
- હવે એક બોલ લઇ તેને થોડું વણી લો. ત્યારબાદ તેમાં વચ્ચે ૧ ચમચી જેટલું સ્ટફીંગ મૂકી, બધીજ બાજુને ભેગી રી પોટલીની જેમ વાળી લો.
- હવે લાલ કલર વાળો લોટ લઇ તેમાંથી પાતળી પટ્ટી બનાવી પોટલીને તેના વડે બાંધી દો. આ રીતે બધી પોટલીઓ તૈયાર કરી લો. હવે કડાઈમાં પોટલી તળવા માટે તેલ ગરમ કરી લો.
- જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં ૩-૪ પોટલી નાંખી તે ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો. આ પોટલીઓને હવે સર્વિંગ પ્લેટમાં લઇ કોઈ પણ ચટની અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Veg Potli Recipe in Gujarati | વેજ પોટલી | Crispy Vegetable Potli
Ingredients
- ૧ કપ મેંદાના લોટમાં નમક ઉમેર્યા બાદ બાંધેલો લોટ all purpose flour dough with added salt
- ૨ ચમચી બાફેલા અને કાપેલા બટાટા boiled and chopped potatoes
- ૨ ચમચી સમારેલ ગાજર carrots
- ૨ ચમચી સમારેલ કોબીજ cabbage
- ચમચી સમારેલ કેપ્સીકમ capsicum
- ૨ ચમચી અમેરિકન મકાઈના દાણા American corn kernels
- ૧ ચમચી આદું-લસણની પેસ્ટ ginger-garlic paste
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧-૨ ટીપાં લાલ ફૂડ કલર red food colour
- અડધા લીંબુનો રસ lemon juice
- ૧/૪ ચમચી ગરમ મસાલો garam masala
- ૧ ચમચી ખાંડ sugar
- ૧/૮ ચમચી હળદર પાવડર turmeric powder
- ૧ ચમચી તેલ oil
- ૧ ચમચી ઝીણી સમારેલ કોથમીર coriander leaves
- નમક સ્વાદ અનુસાર salt
- તળવા માટે તેલ oil
Instructions