Crispy Namkeen Chana Recipe in Gujarati | ક્રિસ્પી નમકીન ચણા.
હેલ્લો ફ્રેન્ડ્સ, ક્રિસ્પી અને ક્રન્ચી સ્નેક એ બધાનો ટાઈમ ફેવરીટ સ્નેક હોઈ છે. ક્રિસ્પી ચણા (Crispy Namkeen Chana Recipe) એ તેવોજ એક ક્રિસ્પી નાસ્તો છે, જે લાઈટ વેઇટ અને એકદમ સ્વાદિષ્ટ એવો હોઈ છે. આ ક્રિસ્પી અને ક્રન્ચી ચણા બનાવવા ખુબજ સરળ અને સિમ્પલ છે જે આજે આપણે શીખીશું. આ ક્રિસ્પી ચણા આપ આપના બાળકોને પણ નાસ્તામાં આપી શકો છો. તેઓને આ ચણા ભુજીયા ચોક્સ્સપણે પસંદ પડશે. આ ચણા બનાવવા ખુબજ સરળ છે કારણકે આ સ્નેક બનાવવા માટેની બધીજ સામગ્રીઓ ખુબજ આસાનીથી મળી જાય છે.

આ સ્નેક કોઈ પણ પ્રકારની ઝંઝટ વિના ઘર પર આસાનીથી બનાવી શકાય છે. આ નાસ્તો ટેસ્ટી હોવાની સાથોસાથ હેલ્થી પણ છે. કારણકે આ સ્નેક કાળા ચણા માંથી બનાવવામાં આવેલ છે. નીચે આપેલી બધીજ સામગ્રીઓ અને રીતની મદદથી આપ રેડીમેડ પેકેટ જેવાજ ચણા ભુજીયા ઘર પર બનાવી શકશો. તો ચાલો મિત્રો જોઈએ ક્રિસ્પી ચણા બનાવવાની રીત
ક્રિસ્પી ચણા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧૦૦ ગ્રામ શેકેલા કાળા ચણા(roasted balck gram).
- ૫૦ ગ્રામ ચણાનો લોટ(gram flour).
- ૩ ચમચી ચોખાનો લોટ(rice flour).
અન્ય સામગ્રીઓ:
- નમક સ્વાદ અનુસાર(salt).
- ૧ ચમચી લવિંગનો પાવડર(clove powder).
- ૧ ચમચી મરી પાવડર(pepper powder).
- ૧ ચમચી ગરમ મસાલો(garam masala).
- ૧ ચમચી ચાટ મસાલો(chaat masala).
- ૧/૨ ચમચી સંચર(rock salt).
- ૧ ચમચી સોડા(soda).
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
- તળવા માટે તેલ(oil).
મસાલા માટેની સામગ્રીઓ:
- ૧ ચમચી ચાટ મસાલો(chaat masala).
- ૧ ચમચ ગરમ મસાલો(garam masala).
- ૧ ચમચી સંચર(rock salt).
- ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
ક્રિસ્પી નમકીન ચણા બનાવવા માટેની રીત:
- સૌ પ્રથમ ચણાનો લોટ અને ચોખાના લોટને બાઉલમાં લઇ તેમાં સંચર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, મરી પાવડર, લવીંગ પાવડર, ચાટ મસાલો, સોડા અને જરૂર અનુસાર પાણી ઉમેરી મિક્ષ કરી લો અને બેટર તૈયાર કરી લો.
- બેટર ચણા પર ચોંટી જઈ તેવું હોવું જોઈએ. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી લો. જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે ગેસ ધીમો કરી લો અને તળવા સમયે ગેસ મીડીયમ કરી લો.
- હવે કાળા ચણાને બેટરમાં ઉમેરી સરખી રીતે રગદોળી લો. ત્યારેબાદ તેને તળવા માટે એક પછી એક તેલમાં નાખો. ધ્યાન રાખો કે ચણા પરનું બેટર પાતળું હોવું જોઈએ જેથી ચણા ક્રિસ્પી બને.
- તેને ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યારે તેને એક બાઉલમાં લઇ લો અને તેને ઠંડા પડવા દો. હવે એક બીજો બાઉલ લઇ તેમાં ચાટ મસાલો, સંચર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર ઉમેરી મિક્ષ કરી લો
- જયારે નમકીન ક્રિસ્પી ચણા ઠંડા પડી જાય ત્યારે આ મસાલાને ચણા પર છાંટી મિક્ષ કરી લો.અને સર્વ કરો.
Crispy Namkeen Chana Recipe in Gujarati | ક્રિસ્પી નમકીન ચણા
Ingredients
- ૧૦૦ ગ્રામ શેકેલા કાળા ચણા roasted balck gram
- ૫૦ ગ્રામ ચણાનો લોટ gram flour
- ૩ ચમચી ચોખાનો લોટ rice flour
- નમક સ્વાદ અનુસાર salt
- ૧ ચમચી લવિંગનો પાવડર clove powder
- ૧ ચમચી મરી પાવડર pepper powder
- ૧ ચમચી ગરમ મસાલો garam masala
- ૧ ચમચી ચાટ મસાલો chaat masala
- ૧/૨ ચમચી સંચર rock salt
- ૧ ચમચી સોડા soda
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- તળવા માટે તેલ oil
- ૧ ચમચી ચાટ મસાલો chaat masala
- ૧ ચમચ ગરમ મસાલો garam masala
- ૧ ચમચી સંચર rock salt
- ૧ ચમચી લાલ મરચું પાવડર red chili powder
Instructions