Crispy Corn Balls Recipe in Gujarati | ક્રિસ્પી કોર્ન બોલ્સ રેસીપી

0
238
Crispy Corn Balls Recipe, Rice Corn Balls Recipe, Vegetable Balls Recipe, Healthy Snacks Recipe, Indian Snacks Recipe.
Crispy Corn Balls Recipe Photo.

Crispy Corn Balls Recipe in Gujarati | ક્રિસ્પી કોર્ન બોલ્સ રેસીપી.

નમસ્તે મિત્રો, આજે આપણે વધુ એક સ્ટાર્ટર/ સ્નેક ડીશ શીખીશું જેનું નામ છે ક્રિસ્પી કોર્ન બોલ્સ (Crispy Corn Balls Recipe). આ બોલ્સ ખાવામાં ખુબજ હેલ્થી અને ટેસ્ટી એવા છે. આ સ્નેક રેસીપી બનાવવી ખુબજ સરળ છે ઉપરાંત આ રેસીપી બનાવવા માટે અન્ય ડીશ ની સરખામણીએ ઘણો ઓછો સમય લાગશે. ખુબજ હેલ્થી એવી આ ડીશમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા, કેપ્સીકમ, મકાઇ અને સફરજનનો ઉપયોગ કરાયો છે. જેથી બાળકોને સર્વ કરવા માટે તો આ એક પરફેક્ટ ડીશ છે.

Crispy Corn Balls Recipe, Rice Corn Balls Recipe, Vegetable Balls Recipe, Healthy Snacks Recipe, Indian Snacks Recipe.
Crispy Corn Balls Recipe Photo.

આ ડીશ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓ ને પણ સર્વ કરી શકાય છે. આ ડીશને સ્ટાર્ટર તરીકે, સ્નેક તરીકે કે પછી સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકો છો. ઉપરાંત મજાની વાત તો એ છે કે આ ડીશને સર્વ કરવા માટે સાથે કોઈ ચટની બનાવવી પણ જરૂરી નથી. ઘરમાં રહેલા ટોમેટો સોસ સાથે સર્વ કરવામાં આવે તો પણ આ ડીશ એક સૌની મનગમતી ડીશ બની રેહેશે.

ક્રિસ્પી કોર્ન બોલ્સ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:

  • ૪ કપ બાફેલા ભાત(Boiled rice)
  • ૧ સમારેલ લીલું કેપ્સીકમ(green capsicum)
  • ૧ સમારેલ લાલ કેપ્સીકમ(red capsicum)
  • ૨ ચમચી બાફેલા મકાઈના દાણા(corn kernels)
  • ૧ છીણેલું અને સમારેલ સફરજન(apple)

અન્ય સામગ્રી:

  • ૧ ૧/૨ ઈંચનું છીણેલું આદું(ginger)
  • ૨ ચમચી ચણાનો લોટ(gram flour)
  • ૧/૪ ચમચી ગરમ મસાલો(garam masala)
  • ૧/૪ ચમચી વરીયાળી પાવડર(fennel seeds powder)
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧/૪ ચમચી ધાણા પાવડર(coriander powder)
  • ૧/૪ ચમચી ચાટ મસાલો અને આમચૂર પાવડર(chaat masala and amchoor powder)
  • ૧ ચમચી લીંબુનો રસ(lemon juice)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • તળવા માટે તેલ(oil)

ક્રિસ્પી કોર્ન બોલ્સ બનાવવાની રીત:

  • બાફેલા ભાતને હાથ વડે મેશ કરી તેમાં ગ્રીન કેપ્સીકમ, રેડ કેપ્સીકમ, મકાઈ, સફરજન, આદું, ગરમ મસાલો, વરીયાળી પાવડર, ધાણા પાવડર, આમચૂર પાવડર અને ચાટ મસાલો, લાલ મરચું પાવડર ઉમેરો.
  • બધીજ સામગ્રીઓ મિક્ષ કરી લો અને ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક, લીંબુનો રસ ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં ચણાનો લોટ ઉમેરી મિક્ષ કરી લો.
  • હવે હાથમાં થોડું તેલ લગાવી, થોડુક મિક્ષ્ચર લઇ તેમાં થી નાના બોલ્સ બનાવો. હવે આ બોલને તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરી લો. જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં ૪-૫ બોલ્સને તળવા માટે નાખો .
  • દર ૧ મીનીટે બોલને ફેરવતા રહો જેથી બોલ્સ સરખી રીતે તળાય. તળાય ગયા બાદ આ બોલ્સને પ્લેટમાં કાઢી લઇ આપની મનપસંદ ચટની સાથે સર્વ કરો.

Crispy corn balls recipe in Gujarati(ક્રિસ્પી કોર્ન બોલ્સ રેસીપી)

How to make corn balls at home.
Course: Snack
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રી:
  • કપ બાફેલા ભાત Boiled rice
  • સમારેલ લીલું કેપ્સીકમ green capsicum
  • સમારેલ લાલ કેપ્સીકમ red capsicum
  • ચમચી બાફેલા મકાઈના દાણા corn kernels
  • છીણેલું અને સમારેલ સફરજન apple
  • અન્ય સામગ્રી:
  • ૧ ૧/૨ ઈંચનું છીણેલું આદું ginger
  • ચમચી ચણાનો લોટ gram flour
  • ૧/૪ ચમચી ગરમ મસાલો garam masala
  • ૧/૪ ચમચી વરીયાળી પાવડર fennel seeds powder
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૪ ચમચી ધાણા પાવડર coriander powder
  • ૧/૪ ચમચી ચાટ મસાલો અને આમચૂર પાવડર chaat masala and amchoor powder
  • ચમચી લીંબુનો રસ lemon juice
  • નમક સ્વાદ અનુસાર salt
  • તળવા માટે તેલ oil

Instructions