Coconut Halwa Recipe in Gujarati | કોકોનટ હલવા | Nariyal no Halvo

0
246
Fresh Coconut Halwa Recipe, Coconut Halwa Recipe, Coconut Milk Halwa Recipe, Nariyal Halwa Recipe. Taza Nariyal ka Halwa Recipe, Indian Sweet Recipe, Indian Dessert Recipe.
Fresh Coconut Halwa Recipe Photo.

Coconut Halwa Recipe in Gujarati | કોકોનટ હલવા | Nariyal no Halvo.

હેલ્લો ફ્રેન્ડ્સ, આજે અમે આપના માટે એક સુંદર અને સ્વાદિષ્ટ એવી મીઠાઈ રેસીપી લઇ આવ્યા છીએ જેનું નામ છે કોકોનટ હલવા (Coconut Halwa). આપ સૌએ અનેક પ્રકારના હલવા જોયા પણ હશે અને તેમાંથી ઘણા ખાધા પણ હશે. તેમાંથી જ એક હલવો છે કોકોનટ હલવો, જે ખુબજ સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ સરળ છે. આ હલવો આપ આપના મેહમાનો માટે કે પરિવારજનો માટે કોઈ પણ સમયે બનાવી શકો છો. આ હલવો ખુબજ ઓછા સમયમાં તૈયાર થઇ જશે, જેથી આપ તુરંત જ આ હલવો બનાવીને આપના મેહમાનોને સર્વ કરી શકો છો.

Fresh Coconut Halwa Recipe, Coconut Halwa Recipe, Coconut Milk Halwa Recipe, Nariyal Halwa Recipe. Taza Nariyal ka Halwa Recipe, Indian Sweet Recipe, Indian Dessert Recipe.
Fresh Coconut Halwa Recipe Photo.

આ હલવો બનાવવા માટે આપને તાજું નારીયેલ, મિલ્ક પાવડર, દૂધ અને અન્ય કેટલીક સામગ્રીઓની જરૂર પડશે, જે ખુબજ આસાનીથી બજારમાંથી મળી જશે. આ હલવો સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ હેલ્થી પણ છે, જેથી આપ આપના બાળકો માટે પણ આ હલવો બનાવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ નારીયેલનો હલવો બનાવવાની રીત.

નારીયેલનો હલવો બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ તાજું નારીયેલ(fresh coconut).
  • ૫૦ ગ્રામ મિલ્ક પાવડર(milk powder).
  • ૨૫૦ ml દૂધ(milk).

અન્ય સામગ્રીઓ:

  • ૩-૪ ચમચી ખાંડ(sugar).
  • ૫૦ ગ્રામ ઘી(ghee).
  • ૧/૨ ચમચી એલચી પાવડર(cardamom powder).

સજાવટ માટે:

  • થોડા કલરવાળા બદામ(colored almonds).

નારીયેલનો હલવો બનાવવાની રીત:

  • સૌ પ્રથમ નારિયેળને તોડી તેના નાના ટુકડા કરી લો અને તેને મિક્ષ્ચર બ્લેન્ડરમાં નાંખી તેનો પાવડર કરી લો. હવે એક નોન-સ્ટીક કડાઈમાં ઘી ગરમ કરી, તેમાં નારીયેલનો પાવડર નાંખી તેને ૨-૩ મિનીટ સુધી મધ્યમ તાપમાન પર સાંતળો.
  • તેને સતત હલાવતાં રહો અને ધ્યાન રાખો કે નારીયેલનો પાવડર તેનો કલર ન બદલે. તેને ફક્ત સાંતડો. ૨-૩ મિનીટ બાદ તેમાં મિલ્ક પાવડર ઉમેરી તેને ફક્ત ૧ મિનીટ સુધી સાંતડો.
  • ૧ મિનીટ બાદ તેમાં દૂધ ઉમેરી, તે દૂધ સોશી જાય ત્યાં સુધી પકાઓ. તેને સતત હલાવતા રહો. હવે તેમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરી, ખાંડ ઓગળી જાય ત્યાં સુધી પકાઓ.
  • હવે ગેસ બંધ કરી હાલવાને એક બાઉલમાં લઇ લો અને તેને અન-મોલ્ડ કરી, કલરવાળી બદામથી સજાવો.

Coconut Halwa Recipe in Gujarati | કોકોનટ હલવા | Nariyal no Halvo

Coconut halwa recipe in Gujarati language.
Course: sweet
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • તાજું નારીયેલ fresh coconut
  • ૫૦ ગ્રામ મિલ્ક પાવડર milk powder
  • ૨૫૦ ml દૂધ milk
  • ૩-૪ ચમચી ખાંડ sugar
  • ૫૦ ગ્રામ ઘી ghee
  • ૧/૨ ચમચી એલચી પાવડર cardamom powder
  • થોડા કલરવાળા બદામ colored almonds

Instructions