Chole Chana Chaat Recipe in Gujarati | છોલે ચણા ચાટ | Chaat Recipes.
નમસ્તે મિત્રો, આજે આપણે વધુ એક રસપ્રદ અને અત્યંત સ્વાદિષ્ટ એવી ચાટ ઘર પર કઈ રીતે બનાવી શકાય જે જોઈશું. આ ચાટ મુખ્યત્વે છોલે ચણા માંથી બનાવવામાં આવેલ હોવાથી આ ચાટ નું નામ છોલે ચણા ચાટ (Chole Chana Chaat Recipe) પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે, છોલે ચણાનો ઉપયોગ છોલે ભટુરેમાં જ થતો હોઈ છે.પરંતુ આજે આપણે આ છોલે ચણા માંથી એક સ્વાદિષ્ટ ચાટ કઈ રીતે બનાવી શકાય તે જોઈશું. આ ચાટ નાનાથી મોટા સુધીના તમામ લોકોને પસંદ પડે તેવી છે. ઉપરાંત આપ આ ચાટને એક સ્ટાર્ટર ડીશ તરીકે પણ મેહ્માનોની સામે પ્રસ્તુત કરી શકો છો. બર્થડે પાર્ટી કે અન્ય કોઈ ફંકશનમાં પણ આ ડીશને એક સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકાય છે.

બાળકોને પણ જોતાજ ગમી જાય તેવી આ ચાટ બનાવવી ઘણીજ આસન છે. આ ડીશ બનાવવા મુખ્ય સામગ્રી તરીકે છોલે ચણા, ડુંગળી અને ટામેટા જોઇશે. આપ અગાઉના દિવસના વધેલા ચણાનો પણ ઉપયોગ કરીને આ ચાટ આસાનીથી બનાવી શકો છો. જેથી આ ડીશમાં ઘર પર વધેલી સામગ્રી નો પણ ઉપયોગ થઇ જશે અને એક હેલ્થી ડીશ પણ તૈયાર થઇ જશે. તો ચાલો મિત્રો જોઈએ છોલે ચણા ચાટ બનાવવાની રીત.
છોલે ચણા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧ કપ બાફેલા છોલે ચણા(chole chana)
- ૧ સમારેલ ડુંગળી(onion)
- ૧ સમારેલ ટમેટું(tomato)
અન્ય સામગ્રીઓ:
- ૨ સમારેલ લીલા મરચા(green chilies)
- ૧ ચમચી મસાલા બી(masala peanuts)
- ૩ ચમચી ચેવડો(chivda)
- ૨-૩ ચમચી બેસનની સેવ(bean sev)
- ૧ ચમચી સમારેલ કોથમીર(coriander leaves)
- ૧ ચમચી ચાટ મસાલો(chaat masala)
- ૧ ચમચી લીલી ચટની(green chutney)
- ૧ ચમચી ગોળ-આંબલીની ચટની(jiggery-tamrind chutney)
- ૧ ચમચી લસણવાળી ચટની(garlic chutney)
- ૧ ચમચી સ્વીટ દહીં(sweet curd)
છોલે ચણા ચાટ બનાવવાની રીત:
- વાઈટ ચણાને ૧૨ કલાક સુધી પાણીમાં પલાળી, ત્યારબાદ તેમાં નમક નાંખી બાફી લો અને બહાર કાઢી લઇ ઠંડા પડવા દો.
- હવે વાઈટ ચણાને એક મોટા બાઉલમાં લઇ તેમાં સમારેલ ડુંગળી, ટામેટા, લીલા મરચા, લીલી ચટની, લસણવાળી ચટની, ગોળ-આંબલીની ચટની, સ્વીટ દહીં ઉમેરી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો.
- હવે તેમાં મસાલા બી અને ચેવડો ઉમેરી ફરીથી બધુજ મિક્ષ કરી લો. હવે તેમાં થોડી બેસન સેવ, ચાટ મસાલો અને કોથમીર ઉમેરી મિક્ષ કરી લો.
- હવે છોલે ચણાને સર્વિંગ પ્લેટમાં લઇ લો. હવે તેના પર થોડી લીલી ચટની, ગોળ-આંબલીની ચટની, લસણ વાળી ચટની, બેસન સેવ, સમારેલ ડુંગળી, મસાલા વાળા બી, દહીં ઉમેરો.
- હવે તેના પર થોડો ચાટ મસાલો છાંટી, કોથમીર વડે સજાવી સર્વ કરો.
Chole Chana Chaat Recipe in Gujarati | છોલે ચણા ચાટ | Chaat Recipes
Ingredients
- ૧ કપ બાફેલા છોલે ચણા chole chana
- ૧ સમારેલ ડુંગળી onion
- ૧ સમારેલ ટમેટું tomato
- ૨ સમારેલ લીલા મરચા green chilies
- ૧ ચમચી મસાલા બી masala peanuts
- ૩ ચમચી ચેવડો chivda
- ૨-૩ ચમચી બેસનની સેવ bean sev
- ૧ ચમચી સમારેલ કોથમીર coriander leaves
- ૧ ચમચી ચાટ મસાલો chaat masala
- ૧ ચમચી લીલી ચટની green chutney
- ૧ ચમચી ગોળ-આંબલીની ચટની jiggery-tamrind chutney
- ૧ ચમચી લસણવાળી ચટની garlic chutney
- ૧ ચમચી સ્વીટ દહીં sweet curd
Instructions