Chilli Paneer Dry Recipe in Gujarati | ચીલી પનીર ડ્રાય | Paneer Recipes

0
381
Chilli Paneer Recipe, Indian Chilli Paneer Recipe, Paneer Chilli Dry Recipe, Paneer Chilli Recipe, Paneer Recipes, Indian Starter Recipe, Indian Street Food Recipe, North Indian Cuisine. Chilli Paneer Dry Recipe.
Chilli Paneer Recipe Photo.

Chilli Paneer Dry Recipe in Gujarati | ચીલી પનીર ડ્રાય | Paneer Recipes.

હેલ્લો ફ્રેન્ડ્સ, આજે આપણે ચીલી પનીર ડ્રાય રેસીપી (Chilli Paneer Dry Recipe) શીખવા જઈ રહ્યા છીએ, જે ભારતભરમાં પ્રસિદ્ધ છે. આ ડીશ આપને ભારતના તમામ શહેરોની રસ્તા પરની રેકડીઓ અથવા હોટલોમાં જોવા મળી જશે. ઉપરાંત ભારતમાં મોટા ભાગના લોકોને પનીર પસંદ હોવાથી લોકો પનીરમાંથી બનતી ડીશો ખાવાનું વધુ પસંદ કરે છે. આ એક ચીલી પનીર ડ્રાય રેસીપી છે, જેમાં મુખ્યત્વે પનીર અને કેપ્સિકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પનીર ચીલી ડ્રાય બનાવવી ખુબજ સરળ છે અને ખુબજ ઝડપથી પણ બની જાય છે, જેથી આપ આપના મેહમાનોને આ ડીશ તુરંતજ બનાવીને સર્વ કરી શકો છો.

Chilli Paneer Recipe, Indian Chilli Paneer Recipe, Paneer Chilli Dry Recipe, Paneer Chilli Recipe, Paneer Recipes, Indian Starter Recipe, Indian Street Food Recipe, North Indian Cuisine.
Chilli Paneer Dry Recipe Photo.

બાળકોને પણ ફાસ્ટ ફૂડ રેસીપીસ ખુબજ પસંદ હોઈ છે, જેથી આપ તેમને પણ આ ડીશ ઘર બનાવીને સર્વ કરી શકો છો. આ સ્ટાર્ટર રેસીપી બનાવવા માટે આપણે મુખ્યત્વે પનીર, કેપ્સીકમ, ડુંગળી, કોબીજ, મેંદાના લોટની સ્લરી અને મસાલાઓની જરૂર પડશે, જે આપ ખુબજ સરળતાથી કોઈ પણ સ્ટોર પરથી કે બજારમાંથી મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ ચીલી પનીર ડ્રાઈ બનાવવાની રીત.

ચીલી પનીર ડ્રાય બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૫૦ ગ્રામ પનીર ક્યુબ્સ(paneer cubes).
  • ચોરસ ટુકડામાં કાપેલ ૨ મોટા કેપ્સીકમ(big capsicum).
  • ચોરસ ટુકડામાં કાપેલ ૧ ડુંગળી(onion).
  • ચોરસ ટુકડાઓમાં કાપેલ ૫૦ ગ્રામ કોબીજ(cabbage).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste).
  • ૫૦ ગ્રામ મેંદાના લોટની સ્લરી(all purpose flour slurry).
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૩-૪ ટીપાં ઓરેન્જ ફૂડ કલર(orange food color).
  • ૧ ચમચો સોયા સોસ(soy sauce).
  • ૧ ચમચી રેડ ચીલી સોસ(red chili sauce).
  • ૧ ચપટી અજમો(ajwain).
  • ૧ ચમચી ટોમેટો કેચપ(tomato ketchup).
  • ૧ ચમચી તેલ(oil).
  • પનીર તળવા માટે તેલ(oil).
  • ૨ ચમચી સમારેલ લીલી ડુંગળી(green onion).
  • ૧-૨ ચમચી કોર્ન ફ્લોર સ્લરી(corn flour slurry).
  • નમક સ્વાદ અનુસાર(salt).

ચીલી પનીર ડ્રાય બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લઇ તેમાં નમક, લાલ મરચું પાવડર, ૧ ટીપું ઓરેન્જ ફૂડ કલર અને પાણી નાંખી સરખી રીતે મિક્ષ કરી એક ઘટ્ટ સ્લરી બનાવી લો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દો. જયારે તેલ ગરમ થાય ત્યાંરે પનીરના ટુકડાઓને આ સ્લરીમાં ડુબોડી, તેલમાં તળવા માટે નાખો.
  • પનીરના ટુકડાઓને થોડી વાર માટે તળી, એક બાઉલમાં કાઢી લો અને એકબાજુ મૂકી દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સુધી સાંતડો.
  • હવે તેમાં કોબીજ, ડુંગળી નાંખી બન્નેને થોડી વાર સાંતળી, તેમાં કેપ્સીકમ નાંખી થોડી વાર સાંતડો. ધ્યાન રાખો કે શાકભાજી થોડી ક્રન્ચી હોવી જોઈએ.
  • હવે તેમાં આજીનો મોટો, નમક નાખો. નમક નાખતી વખતે ધ્યાન રાખો કે સોસમાં નમક હોઈ છે, તેથી બહુ ઓછુ નમક નાખો.
  • હવે તેમાં રેડ ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો કેચપ, ઓરેન્જ ફૂડ કલર અને ૩-૪ ચમચી ઓરેન્જ ફૂડ કલર ઉમેરી બધીજ સામગ્રીઓ મિક્ષ કરી લો.
  • હવે તેમાં તળેલા પનીરના ટુકડાઓ ઉમેરી તેને ઊંચા તાપમાને થોડી વાર સાંતળો. હવે તેમાં કોર્ન ફ્લોરની સ્લરી ઉમેરી થોડી મીનીટો માટે પકાઓ.
  • જયારે સ્લરી સરખી રીતે પાકી જાય ત્યારે તેમાં ૧ ચમચી લીલી ડુંગળી નાંખી મિક્ષ કરી લો. હવે ગેસ બંધ કરી, ચીલી પનીરને સર્વિંગ પ્લેટમાં લઇ, લીલી ડુંગળી વડે સજાવી સર્વ કરો.

Chilli Paneer Dry Recipe in Gujarati | ચીલી પનીર ડ્રાય | Paneer Recipes

Chili Paneer Recipe In Gujarati.
Course: starter
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૫૦ ગ્રામ પનીર ક્યુબ્સ paneer cubes
  • ચોરસ ટુકડામાં કાપેલ ૨ મોટા કેપ્સીકમ big capsicum
  • ચોરસ ટુકડામાં કાપેલ ૧ ડુંગળી onion
  • ચોરસ ટુકડાઓમાં કાપેલ ૫૦ ગ્રામ કોબીજ cabbage
  • ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
  • ૫૦ ગ્રામ મેંદાના લોટની સ્લરી all purpose flour slurry
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૩-૪ ટીપાં ઓરેન્જ ફૂડ કલર orange food color
  • ચમચો સોયા સોસ soya sauce
  • ચમચી રેડ ચીલી સોસ red chili sauce
  • ચપટી અજમો ajwain
  • ચમચી ટોમેટો કેચપ tomato ketchup
  • ચમચી તેલ oil
  • પનીર તળવા માટે તેલ oil
  • ચમચી સમારેલ લીલી ડુંગળી green onion
  • ૧-૨ ચમચી કોર્ન ફ્લોર સ્લરી corn flour slurry
  • નમક સ્વાદ અનુસાર salt

Instructions