Cheela Recipe in Gujarati | ચીલા રેસીપી

0
55
Cheela Recipe, Stuffed Cheela Recipe, Moond Dal Stuffed Cheela Recipe, South Indian Cheela Recipe, Indian Main Course Recipe.
Cheela Recipe Photo.

Cheela Recipe in Gujarati | ચીલા રેસીપી.

નમસ્તે મિત્રો, આજે આપણે એક ખુબજ સરસ એવી સાઉથ ઇન્ડિયન રાંધણકળાની એક પ્રખ્યાત વાનગી શીખીશું જેનું નામ છે ચીલા (Cheela Recipe). આ એક બ્રેકફાસ્ટ રેસીપી છે જેને સામાન્ય રીતે ડીનરમાં પણ લઇ શકાય છે. આપણે સૌ જાણીએ છીએ કે સાઉથ ઈડિયન રેસીપીસ સામાન્ય રીતે અન્ય રાંધણકળાની વાનગીઓની સરખામણીમાં હેલ્થી હોઈ છે તેવીજ રીતે આ બ્રેકફાસ્ટ ડીશ પણ ખુબજ હેલ્થી છે. ઉપરાંત આ ડીશ બનાવવી પણ ખુબજ સરળ છે અને ખુબજ સાદી એવીજ સામગ્રીઓનો ઉપયોગ કરીને આ ડીશ બનાવાયેલ છે.

Cheela Recipe, Stuffed Cheela Recipe, Moond Dal Stuffed Cheela Recipe, South Indian Cheela Recipe, Indian Main Course Recipe.
Cheela Recipe Photo.

આપ આ ડીશ આપના બાળકો કે પરિવારજનો માટે થોડાજ સમયની અંદર બનાવી શકો છો. આ ડીશમાં મુખ્ય સમગ્રી તરીકે મગની દાળ, ટામેટા અને કેપ્સીકમ નો ઉપયોગ કરાયો છે જે ખાવામાં ખુબજ હેલ્થી માનવામાં આવે છે. દરેક ગૃહિણીઓને જો બાળકોને કઈક હેલ્થી અને સ્વાદિષ્ટ ખવડાવવું હોઈ તો ચીલા એ એક શ્રેષ્ટ ઉપાય છે. તો ચાલો મિત્રો જોઈએ ચીલા બનાવવાની રીત:

ચીલા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૩૫૦ ગ્રામ મગની દાળ(૪ કલાક માટે પાણીમાં પલાળી રાખો અને બેટર બનાવી લો) (Split Green Gram).
  • ૩૫૦ ગ્રામ પનીર(paneer).
  • ૨ સમારેલા ટામેટા(tomatoes).
  • ૨ સમારેલા કેપ્સીકમ(capsicum).

અન્ય સામગ્રીઓ:

  • ૧/૪ ચમચી જીરું(cumin seeds).
  • ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala).
  • ૧/૨ ચમચી વરીયાળી(fennel seeds).
  • ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander powder).
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧ ઇંચ છીણેલ આદું(ginger).
  • થોડી તાજી સમારેલી કોથમીર(coriander leaves).
  • ચપટી હીંગ(asafetida).
  • ૧ ચમચી લીંબુનો રસ(lemon juice).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૨ ચમચી તેલ(oil).

સજાવટ માટે:

  • લીલી ચટની અથવા નારિયેળની ચટની

ચીલા બનાવવાની રીત:

  • એક કડાઈમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થઇ ત્યારે તેમાં જીરું, ત્યારબાદ હીંગ, ધાણા પાવડર, વરીયાળી, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, આદું ઉમેરી મિક્ષ કરી લો.
  • ત્યારબાદ તેમાં કેપ્સીકમ અને ટામેટા ઉમેરો તેને અન્ય મસાલા સાથે મિક્ષ કરી લો. હવે પનીરને હાથ વડે ક્રશ કરી તેમાં ઉમેરો. હવે ફરીથી તેને મિક્ષ કરી થોડી વાર સાંતડો.
  • હવે તેમાં નમક, લીંબુનો રસ, કોથમીર ઉમેરી મિક્ષ કરો અને ગેસ બંધ કરી સ્ટફીંગને પ્લેટમાં કાઢી લઇ એકબાજુ મૂકી દો.
  • હવે મગની દાળ વાળા બેટરને લઇ તેમાં ૧/૪ ચમચી લાલ મરચું પાવડર,૧/૨ ચમચી વરીયાળી પાવડર, ૧/૨ ચમચી ધાણા પાવડર, સ્વાદ અનુસાર નમક અને હીંગ ઉમેરી મિક્ષ કરી લો.
  • જો બેટર ઘટ્ટ હોઈ તો તેમાં ૨ ચમચી જેટલું પાણી ઉમેરી મિક્ષ કરી લો. બેટર ભજીયાના લોટ જટલું ઘટ્ટ હોવું જોઈએ. હવે તવાને ગરમ કરી તેના પર તેલ લગાવી, તેના પર થોડું બેટર મૂકી ઢોસા જેવી શેપ આપી દો.
  • થોડી મિનીટ માટે તેને પકાવી, જયારે તેનો કલર બદલવા લાગે ત્યારે તેના તેલ લગાવી તેની બાજુ બદલી દો. તે સાઈડને પણ થોડી વાર માટે પકાઓ.
  • હવે તેની સાઈડ બદલી તેના પર ૧ ચમચી જેટલું સ્ટફીંગ મુકો. હવે છીલાને વાળી પ્લેટમાં કાઢી લો અને લીલી ચટની અથવા નારિયેળની ચટની સાથે સર્વ કરો.

Cheela recipe in gujarati | ચીલા રેસીપી

How to make cheela at home.
Course: Main
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • ૩૫૦ ગ્રામ મગની દાળ ૪ કલાક માટે પાણીમાં પલાળી રાખો અને બેટર બનાવી લો
  • ૩૫૦ ગ્રામ પનીર paneer
  • સમારેલા ટામેટા tomatoes
  • સમારેલા કેપ્સીકમ capsicum
  • અન્ય સામગ્રીઓ:
  • ૧/૪ ચમચી જીરું cumin seeds
  • ૧/૨ ચમચી ગરમ મસાલો garam masala
  • ૧/૨ ચમચી વરીયાળી fennel seeds
  • ૧/૨ ચમચી ધાણા પાવડર coriander powder
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ઇંચ છીણેલ આદું ginger
  • થોડી તાજી સમારેલી કોથમીર coriander leaves
  • ચપટી હીંગ asafetida
  • ચમચી લીંબુનો રસ lemon juice
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil
  • સજાવટ માટે:
  • લીલી ચટની અથવા નારિયેળની ચટની

Instructions