Buff Vada Recipe in Gujarati | બફ વડા રેસીપી | Stuffed Patties Recipe.
હેલ્લો ફ્રેન્ડ્સ, આજે આપણે એક થોડી અલગ અને યમ્મી એવી પેટીસ શીખવા જઈ રહ્યા છીએ જેનું નામ છે બફ વડા (Buff Vada), જે સામાન્ય પેટીસ કરતા થોડી ડીફ્રન્ટ અને સ્વાદિષ્ટ છે. જે લોકોને પેટીસ ખાવી ગમતી હશે, તે લોકોને આ પેટીસ ચોક્કસપણે પસંદ પડશે. ખાસ કરીને બાળકોને તો આ પેટીસ ચોક્કસપણે ભાવશે. આ પેટીસને અનેક રીતે સર્વ કરી શક્ય છે. જેમ કે આપ આ પેટીસને નાસ્તા તરીકે પણ સર્વ કરી શકો કો, સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો છે અને સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો. આ પેટીસ સર્વ કરવા માટે પણ આપને અલગ અલગ ચટણીઓ બનાવવાની જરૂર નહી પડે. આપને જો ટોમેટો કેચપ પસંદ હોઈ તો તેની સાથે પણ આ સ્વાદિષ્ટ પેટીસને સર્વ કરી શકો છો..

ખુબજ સાદી અને ઘરેલું સામગ્રીઓની મદદથી આ પેટીસ બનાવી શકાય છે. થોડી જ વારમાં બની જતી આ પેટીસને આપ આપના બાળકોના લંચ બોક્ષમાં પણ આપી શકો અને તેમને ખુશ કરી શકો છો. મેહમાનોના આગમન માટે પણ આ પેટીસને સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકાય છે. તો ચાલો મિત્રો જોઈએ સ્ટફડ પેટીસ બનાવવાની રીત.
બફ વડા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧ ચમચી બાફેલા બટાટા(potato)
- ૧ ચમચી શેકેલા બી(roasted peanuts)
- ૧ ચમચી શેકેલા તલ(roasted seasum seeds)
- ૧ ચમચી શેકેલ વરીયાળી(roasted fennel seeds)
- ૧ ચમચી કાજુ(cashew nuts)
- ૧ ચમચી બદામ(almonds)
- ૧ ચમચી કીસમીસ(kismis)
- ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ(ginger-chili paste)
- ૧ ચમચી દળેલી ખાંડ(powdered sugar)
- ૧ ચમચી નારીયેલનું ખમણ(coconut)
- ૧ ચમચી લીંબુનો રસ(lemon juice)
- ૧ ચમચી કોથમીર(coriander leaves)
- નમક સ્વાદ અનુસાર(salt)
અન્ય સામગ્રીઓ:
- ૩ મોટા બાફેલા બટાટા(boiled potatos)
- ૪ ચમચી તપકીર અથવા કોર્નફલોર(cornflour)
- નમક સ્વાદ અનુસાર(salt)
- તળવા માટે તેલ(oil)
બફ વડા બનાવવાની રીત:
- સૌ પ્રથમ ૩ મોટા બટાટાને સ્મેશ કરી એક બાઉલમાં લઇ લો. હવે તેમાં જરૂર અનુસાર નમક, કોર્નફલોર ઉમેરી મિક્ષ કરી લોટની જેમ બાંધી લો.
- હવે સ્ટફીંગ બનાવી લો. સ્ટફીંગ બનાવવા માટે એક મિક્ષ્ચર જારમાં શેકેલા બી, તલ, વરીયાળી, કાજુ અને બદામ ઉમેરી તેને ક્રશ કરી લો. ત્યારબાદ તેને એક બાઉલમાં લઇ લો.
- હવે તેમાં બાફેલા બટાટા, નમક, લીંબુનો રસ, આદું-મરચાંની પેસ્ટ, દળેલી ખાંડ, કોથમીર, કીસમીસ, સુકું નારીયેલ ઉમેરી મિક્ષ કરી લો.
- આ સ્ટફીંગમાંથી નાના બોલ્સ બનાવી લો. હવે અગાઉ બનાવેલા બટાટાના મિક્ષ્ચરમાંથી થોડુ મિક્ષ્ચર લઇ તેને પુરીની જેમ વણી લો. હવે તેની એકદમ વચ્ચે એક સ્ટફીંગ બોલ મૂકી તેને સરખી રીતે પેક કરી લો.
- હવે આ રીતે બધાજ વડા બનાવી તપકીરમાં રગદોળી લો. ધ્યાન રાખો કે તેના પર સરખી રીતે તપકીર ચોંટી જાય. હવે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દો.
- જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે વાળાને તેમાં નાંખી લાઈટ ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઇ આંબલીની ચટની અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Buff Vada Recipe in Gujarati | બફ વડા રેસીપી | Fast Food Recipe
Ingredients
- ૧ ચમચી બાફેલા બટાટા potato
- ૧ ચમચી શેકેલા બી roasted peanuts
- ૧ ચમચી શેકેલા તલ roasted seasum seeds
- ૧ ચમચી શેકેલ વરીયાળી roasted fennel seeds
- ૧ ચમચી કાજુ cashew nuts
- ૧ ચમચી બદામ almonds
- ૧ ચમચી કીસમીસ kismis
- ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ ginger-chili paste
- ૧ ચમચી દળેલી ખાંડ powdered sugar
- ૧ ચમચી નારીયેલનું ખમણ coconut
- ૧ ચમચી લીંબુનો રસ lemon juice
- ૧ ચમચી કોથમીર coriander leaves
- નમક સ્વાદ અનુસાર salt
- ૩ મોટા બાફેલા બટાટા boiled potatos
- ૪ ચમચી તપકીર અથવા કોર્નફલોર cornflour
- નમક સ્વાદ અનુસાર salt
- તળવા માટે તેલ oil
Instructions