Bread Pizza Recipe in Gujarati | બ્રેડ પિઝ્ઝા

0
781
Bread Pizza on Tawa Recipe. Bread Pizza Recipe without Oven. Home Made Bread Pizza on Tawa.
Bread Pizza Recipe on Tawa Photo.

Bread Pizza Recipe in Gujarati | બ્રેડ પિઝ્ઝા.

બ્રેડમાંથી બનતી વાનગીઓ અને પિઝ્ઝા એ લગભગ તમામ લોકોની મનપસંદ વાનગીઓ હોય છે. તો આજે અમે આપના માટે તે બન્નેનું મિશ્રણ કરીને બનાવવામાં આવતી વાનગી, એટલે કે બ્રેડ પિઝ્ઝા (Bread Pizza Recipe) લાવ્યા છીએ.  જે સેન્ડવીચ અને પિઝ્ઝા એમ બન્નેનો સ્વાદ આપશે અને ખાસ વાત તો એ છે કે, આ વાનગી બનાવવા માટે આપને માયક્રોવેવ ની પણ જરૂર નહી પડે. જેથી આપ કોય પણ સમયે આ રેસીપી આપના મેહમાનો, બાળકો કે પરિવારજનો માટે બનાવી શકો છો અને તેમને ખુશ કરી શકો છો.

Bread Pizza on Tawa Recipe. Bread Pizza Recipe without Oven. Home Made Bread Pizza on Tawa.
Bread Pizza Recipe on Tawa Photo.

આ રેસીપી બનાવવા માટેની જરૂરી એવી તમામ સામગ્રીઓ આપણે ખુબજ આસાનીથી બજારમાં મળી જશે અને જો આગલા દિવસની બ્રેડ ઘર પડેલી હોઈ તો, આપ વિચાર્યા વગર આ રેસીપી પર આપના હાથ અજમાવી શકો છો. આ રેસીપી ઓવન વિના બનતી હોવાથી આપ આ રેસિપીને “બ્રેડ પિઝ્ઝા વિથઆઉટ ઓવન” પણ કહી શકો છો. તો ચાલો મિત્રો, ઝટપટ બનાવીએ બ્રેડ પિઝ્ઝા.

બ્રેડ પિઝ્ઝા ઓન તવા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૪ સફેદ બ્રેડ(bread)
  • ૨ સમારેલા કેપ્સીકમ(capsicum)
  • ૧/૨ કપ મકાઈના દાણા(૨ મિનીટ સુધી પલાળેલા)
  • ૨ મધ્યમ કદના સમારેલા ટામેટા(tomato)
  • ૭૫ ગ્રામ છીણેલું ચીસ(cheese)

અન્ય સામગ્રીઓ:

  • ટોમેટો કેચપ જરૂર અનુસાર(tomato ketchup)
  • મરી પાવડર સ્વાદ અનુસાર(black peeper powder)
  • માખણ(butter)
  • નમક સ્વાદ અનુસાર(salt)

સજાવટ માટે:

  • લીલી ચટની(green chutney)
  • ટોમેટો કેચપ(tomato ketchup)

બ્રેડ પિઝ્ઝા ઓન તવા બનાવવા ની રીત:

  • બધીજ બ્રેડને એક સાઈડ થી તેલ અથવા માખણ લાગ્વ્યા વગર શેકી લો. તેમાંથી એક બ્રેડને લઇ, શેકેલા ભાગ પર થોડું માખણ લગાવી, થોડો ટોમેટો કેચપ સરખી રીતે ફેલાવી દો.
  • હવે તેના પર થોડા કેપ્સિકમના ટુકડા અને મકાઈના દાણા મૂકી, નમક અને મરી પાવડર સ્વાદ અનુસાર છાંટો. ત્યારબાદ તેના પર થોડા ટામેટા મૂકી, થોડો મરી પાવડર છાંટો.
  • હવે તેના પર જરૂર અનુસાર ચીસ મૂકી, ચીસ ઓગળવા લાગે ત્યાં સુધી તેને ધીમા ગેસે તવા પર શેકી લો.
  • હવે ગેસ બંધ કરી લીલી ચટની અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Bread pizza recipe(બ્રેડ પિઝ્ઝા)

How to make bread pizza without oven.
Course: Fast Food
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • સફેદ બ્રેડ bread
  • સમારેલા કેપ્સીકમ capsicum
  • ૧/૨ કપ મકાઈના દાણા ૨ મિનીટ સુધી પલાળેલા
  • મધ્યમ કદના સમારેલા ટામેટા tomato
  • ૭૫ ગ્રામ છીણેલું ચીસ cheese
  • અન્ય સામગ્રીઓ:
  • ટોમેટો કેચપ જરૂર અનુસાર tomato ketchup
  • મરી પાવડર સ્વાદ અનુસાર black peeper powder
  • માખણ butter
  • નમક સ્વાદ અનુસાર salt
  • સજાવટ માટે:
  • લીલી ચટની green chutney
  • ટોમેટો કેચપ tomato ketchup

Instructions