Bombay Pulao Recipe in Gujarati | બોમ્બે પુલાઊ રેસીપી

0
389
Bombay Tomato Pulao Recipe, Tomato Rice Recipe, Tomato Pulao Recipe, Restaurant Style Tomato Pulao Recipe, Indian Pulao Recipe. Bombay Pulao.
Bombay Tomato Pulao Recipe Photo.

Bombay Pulao Recipe in Gujarati | બોમ્બે પુલાઊ રેસીપી.

બોમ્બે પુલાઉં (Bombay Pulao) એ મુંબઈનું ખુબજ પોપ્યુલર એવું સ્ટ્રીટ ફૂડ છે જે મોટા ભાગના લોકો દ્વારા પસંદ કરવામાં આવતું હોઈ એવું છે. મુંબઈનું આ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ મુંબઈની કોઈ પણ ગલીઓમાં કે ખૂણે ખાચે આસાનીથી જોવા મળી જાય છે. પરંતુ બહારના બિનઆરોગ્યમય જંક ફૂડથી દુર રેહવા માટે મોટા ભાગની ગૃહિણીઓ આ ડીશ ઘર પર જ બનાવવાનું પસંદ કરતી હોઈ છે. તેને ધ્યાન માં રાખીને આજે આપણે બોમ્બે પુલાઉં ઘર પર કઈ રીતે આસનીથી અને સ્વાદિષ્ટ બનાવી શકાય તેની રીત શીખીશું. આ બોમ્બે પુલાઉ ઘર પર બનાવવા ખુબજ સરળ છે.

Bombay Tomato Pulao Recipe, Tomato Rice Recipe, Tomato Pulao Recipe, Restaurant Style Tomato Pulao Recipe, Indian Pulao Recipe. Bombay Pulao.
Bombay Pulao Recipe Photo.

સરળતાની સાથે આ ડીશમાં ઘણા બધા શાકભાજીઓનો ઉપયોગ કરાયો હોવાથી ખુબજ હેલ્થી પણ છે જેથી આપ કોઈ પણ જાતની ચિંતા વાર આપના પરિવારજનો અને મિત્રોને સર્વ કરી શકો છો. આ પુલાઉંને આપ ડીનર સમયે મૈન કોર્સ ડીશ તરીકે પણ લઇ શકો છે. ઉપરાંત સાઈડ ડીશ તરીકે પણ લઇ શકો છો. તો ચાલો મિત્રો જોઈએ બોમ્બે પુલાઉં બનાવવાની રીત.

બોમ્બે પુલાઉં બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:

  • ૧ મોટું બાઉલ બાફેલ ભાત( big bowl boiled rice)
  • ૧/૨ કપ લીલા વટાણા(frozen green peas)
  • ૧ સમારેલ ટમેટું(roughly chopped tomato)
  • ૧ સમારેલ ટમેટું(finely chopped tomato)

અન્ય સામગ્રીઓ:

  • ૧ લીલી મરચીને અડધેથી કાપેલ(green chili)
  • ૧/૨ સમારેલ કેપ્સીકમ(capsicum)
  • જીરું(cumin seeds)
  • હળદર પાવડર(turmeric powder)
  • મેગ્ગી મસાલા(વિથઆઉટ ઓનિયન ગાર્લિક)
  • થોડા લીંબડાના પાંદ(curry leaves)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૧ ચમચી તેલ(oil)

સજાવટ માટે:

  • માખણ(butter)

બોમ્બે પુલાઉં બનાવવાની રીત:

  • એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં જીરું અને કેપ્સીકમ નાંખી થોડી સેકન્ડો માટે શેકો. હવે તેમાં લીલા વટાણા, લીંબડો, હળદર પાવડર, સમારેલ ટામેટા ઉમેરી મિક્ષ કરી લો.
  • હવે તેમાં સમારેલ ટમેટા, લીલી મરચી,નમક ઉમેરી મિક્ષ કરી લો. તેને ઢાંકી દઈ, મધ્યમ તાપમાન પર ૨ મિનીટ પકાઓ. ૨ મિનીટ બાદ તેમાં મેગ્ગી મસાલો ઉમેરી અન્ય મસાલા સાથે મિક્ષ કરો. ત્યારબાદ તેમાં પાણી અને ભાત ઉમેરી મિક્ષ કરી લો.
  • હવે તેમાં થોડું વધારે પાણી ઉમેરી અને તેને ઢાંકી દો. તેને ૧ મિનીટ માટે મધ્યમ તાપમાન પર પકાઓ. ૧ મિનીટ બાદ ગેસ બંધ કરી પુલાઉને સર્વિંગ પ્લેટમાં લઇ તેને માખણ વડે ગાર્નીશ કરો.

Bombay Pulaoo recipe in gujarati(બોમ્બે પુલાઊ રેસીપી)

How to make Bombay style pulaoo at home.
Course: rice
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રી:
  • મોટું બાઉલ બાફેલ ભાત big bowl boiled rice
  • ૧/૨ કપ લીલા વટાણા frozen green peas
  • સમારેલ ટમેટું roughly chopped tomato
  • સમારેલ ટમેટું finely chopped tomato
  • અન્ય સામગ્રીઓ:
  • લીલી મરચીને અડધેથી કાપેલ green chili
  • ૧/૨ સમારેલ કેપ્સીકમ capsicum
  • જીરું cumin seeds
  • હળદર પાવડર turmeric powder
  • મેગ્ગી મસાલા વિથઆઉટ ઓનિયન ગાર્લિક
  • થોડા લીંબડાના પાંદ curry leaves
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil
  • સજાવટ માટે:
  • માખણ butter

Instructions