Bhindi Masala Curry Recipe in Gujarati | ભીંડી મસાલા શાક | Ladyfinger Curry.
હેલ્લો ફ્રેન્ડ્સ,ભીંડી મસાલા (Bhindi Masala Curry) એ ભારતનું ખુબજ પારંપરિક અને દેસી સ્ટાઈલથી બનાવવામાં આવતું ખુબજ સ્વાદિષ્ટ એવું શાક છે. આ શાક ગામડાઓમાં બનાવવામાં આવતી રીતથી બનાવવામાં આવે છે, જેથી તેનો સ્વાદ એકદમ લાજવાબ લાગે છે. ભીંડી મસાલા બનાવવામાં ખુબજ સરળ અને સ્વાદિષ્ટ છે, જે નાનાથી મોટી ઉમરના તમામ લોકોને પસંદ પડશે. ઘર પર બનાવવામાં આવતું ભીંડાનું શાક, એ સામાન્ય રીતે થોડું ચીકણું હોવાથી ઘણા લોકો દ્વારા પસંદ નથી કરવામાં આવતું. પરંતુ આ રેસિપીમાં ભીંડાને શેકવામાં આવેલ છે, જેથી તેના સ્વાદમાં ચીક્ણાસ ન રહે. ઉપરાંત તેનો સ્વાદ પણ ખુબજ સરસ લાગે.

આ શાક બનાવવા માટે આપને ભીંડો, ટામેટા, લીલા મરચા, લસણ અને મરચાંની પેસ્ટ વગેરે જેવી સામગ્રીઓની જરૂર પડશે. આ તમામ સામગ્રીઓ ખુબજ ઘરેલું હોવાથી આપ કોઈ પણ સમયે ભીંડી મસાલા શાક આપના પરિવારજનો, મિત્રો અને બાળકો માટે બનાવી શકો છો. ખુબજ અલગ સ્ટાઈલથી બનાવવામાં આવેલ આ શાક ચોક્કસપણે આપના પરિવારજનોને પસંદ પડશે. આ શાક આપ રોટલી, રોટલા અથવા પરોઠા સાથે સર્વ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ ભીંડી મસાલા બનાવવાની રીત.
ભીંડી મસાલા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૫૦૦ ગ્રામ શેકેલ ભીંડો(roasted ladyfinger).
- ૨ મધ્યમ કદનું સમારેલ ટમેટું(chopped tomato).
અન્ય સામગ્રીઓ:
- ૩-૪ સમારેલ લીલા મરચા(green chili).
- ૧ ચમચી લસણ-મરચાંની પેસ્ટ(garlic-chili paste).
- ૧ ચમચી મેથીના દાણા(mustard seeds).
- ૧ ચમચી જીરું(cumin seeds).
- ચપટી હળદર પાવડર(turmeric powder).
- નમક સ્વાદ અનુસાર(salt).
- ૨ ચમચી તેલ(oil).
ભીંડી મસાલા બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં મેથી, જીરું, લસણની પેસ્ટ નાંખી તેને સરખી રીતે હલાવો.
- હવે તેમાં સમારેલા ટામેટા નાંખી હલાવો. તેને ફક્ત ૧ મિનીટ સુધી પકાઓ. ત્યારબાદ તેમાં હળદર પાવડર ઉમેરી મિક્ષ કરી લો.
- હવે આ ગ્રેવીને સરખી રીતે પાકી જાય ત્યાં સુધી પકાઓ. હવે તેમાં શેકેલ ભીંડો ઉમેરી, જરૂર અનુસાર નમક ઉમેરો અને તેને વધુ ૧ મિનીટ સુધી પકાઓ.
- ૧ મિનીટ બાદ ગેસ બંધ કરી દો અને આ શાકને એક પ્લેટમાં લઇ ગરમા ગરમ સર્વ કરો.
Bhindi Masala Curry Recipe in Gujarati | ભીંડી મસાલા શાક | Ladyfinger Curry
Ingredients
- ૫૦૦ ગ્રામ શેકેલ ભીંડો roasted ladyfinger
- ૨ મધ્યમ કદનું સમારેલ ટમેટું chopped tomato
- ૩-૪ સમારેલ લીલા મરચા green chili
- ૧ ચમચી લસણ-મરચાંની પેસ્ટ garlic-chili paste
- ૧ ચમચી મેથીના દાણા mustard seeds
- ૧ ચમચી જીરું cumin seeds
- ચપટી હળદર પાવડર turmeric powder
- નમક સ્વાદ અનુસાર salt
- ૨ ચમચી તેલ oil
Instructions