Bhinda nu Dahi Varu Shaak Recipe in Gujarati | ભીંડા નું દહીં વારુ શાક

0
469
Dahi Bhindi Sabzi Recipe in Hindi, Dahi Bhindi Recipe, Dahi Bhindi Curry Recipe, Dahi Bhindi Subzi Recipe, Indian Vegetable Curry Recipe. Bhinda nu dahi varu shaak recipe.
Dahi Bhindi Sabzi Recipe in Hindi Photo.

Bhinda nu Dahi Varu Shaak Recipe in Gujarati | ભીંડા નું દહીં વારુ શાક.

ભીંડા નું દહીં વારુ શાક (Bhinda nu Dahi Varu Shaak) એ ભીંડાને મસાલાઓ સાથે મિક્ષ કરી ખાવાનો એક સારો ઉપાય છે. સામાન્ય રીતે ભીંડો ઘણા લોકોને પસંદ ન હોવાથી ગૃહિણીઓ ઘર પર ભીંડાનું શાક બનાવવાનું ટાળતી હોઈ છે. પરંતુ આં શાકમાં ભીંડાને દહીં અને અન્ય મસાલાઓ સાથે એ રીતે મિક્ષ કરવામાં આવ્યો છે જેથી કરીને ભીંડાનો સ્વાદ પણ જળવાય રહેશે અને આ શાક બાળકોને પણ સ્વાદિષ્ટ લાગેશે. ઉપરાંત આ શાકને થોડો ટ્રેડીશનલ ટચ આપવામાં આવ્યો હોવાથી વૃદ્ધોને પણ પસંદ પડશે. આ શાકને આપ આપના પરિવારજનો, મિત્રો અને મેહમાનોને સર્વ કરી શકો છો.

Dahi Bhindi Sabzi Recipe in Hindi, Dahi Bhindi Recipe, Dahi Bhindi Curry Recipe, Dahi Bhindi Subzi Recipe, Indian Vegetable Curry Recipe.
Bhinda Nu Dahi Varu Shaak Recipe in Gujarati Photo.

આ શાક ટૂંક સમયમાં જ બની જાય છે, જેથી સમયની અછત હોઈ અને કઈક સ્વાદિષ્ટ શાક અથવા સાઈડ ડીશ બનાવવી હોઈ તો આ શાક આપ ચોક્કસપણે બનાવી શકો છો. આ શાક બનાવવાની અનેકવિધ રીતો અને પદ્ધતિઓ છે જેમાંથી આજ અમે આપના માટે સૌથી સરળ અને સાદી રીત લાવ્યા છીએ. તો ચાલો મિત્રો જોઈએ દહીં ભીંડા કરી બનાવવાની રીત.

દહીં ભીંડા કરી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧૦૦ ગ્રામ ૧ ઇંચના ટુકડામાં કાપેલ અને તળેલ ભીંડો(ladyfinger).
  • ૫૦ ગ્રામ દહીં(curd).
  • ૧ મધ્યમ કદનું સમારેલ ટમેટું(tomato).
  • ૧ મધ્યમ કદની સમારેલ ડુંગળી(onion).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી આદું-લસણની પેસ્ટ(ginger-garlic paste).
  • ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧ ચમચી ચણાનો લોટ(gram flour).
  • ૧ ચમચી જીરું(cumin seeds).
  • ૧/૪ ચમચી ગરમ મસાલો(garam masala).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૨ ચમચી તેલ(oil).

દહીં ભીંડા કરી બનાવવાની રીત:

  • એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં જીરું ઉમેરી ફૂટવા દો. ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી, લાઈટ ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી સાંતડો. હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતડો.
  • હવે તેમાં ટામેટા ઉમેરી, ગેસ ધીમો કરી દો અને ટામેટાને ૧ મિનીટ સુધી પાકવા દો. ૧ મિનીટ બાદ તેમાં હળદર પાવડર, નમક, લાલ મરચું પાવડર, ધાણા પાવડર નાંખી બધાજ મસાલાઓને થોડી મીનીટો માટે પકાઓ.
  • હવે તેમાં ચણાનો લોટ ઉમેરી ગેસ ધીમો કરી, થોડી વાર સાંતડો. જયારે ચણાના લોટની કચાસ દુર થઇ જાય ત્યારે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી, તળેલ ભીંડો ઉમેરી દો અને ગ્રેવી સાથે મિક્ષ કરી લો.
  • તેને ઢાંકી દઈ ગ્રેવીને ૨-૩ મિનીટ સુધી પકવી, ૨-૩ મિનીટ બાદ તેમાં દહીં અને ગરમ મસાલો ઉમેરો. તેને ઢાંકી દઈ ૧ મિનીટ સુધી પકાઓ. ૧ મિનીટ બાદ ગેસ બંધ કરી શાકને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.

Bhinda nu Dahi Varu Shaak Recipe in Gujarati | ભીંડા નું દહીં વારુ શાક

Easy and simple recipe of dahi bhindi curry/dahi bhinda nu shak.
Course: Curries
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૧૦૦ ગ્રામ ૧ ઇંચના ટુકડામાં કાપેલ અને તળેલ ભીંડો ladyfinger
  • ૫૦ ગ્રામ દહીં curd
  • મધ્યમ કદનું સમારેલ ટમેટું tomato
  • મધ્યમ કદની સમારેલ ડુંગળી onion
  • ચમચી આદું-લસણની પેસ્ટ ginger-garlic paste
  • ૧/૪ ચમચી હળદર પાવડર turmeric powder
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ચમચી ચણાનો લોટ gram flour
  • ચમચી જીરું cumin seeds
  • ૧/૪ ચમચી ગરમ મસાલો garam masala
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil

Instructions