Bhareli Idli Recipe in Gujarati | ભરેલી ઈડલી રેસીપી | Stuffed Idli

0
224
Stuffed Idli Recipe, Bharwa Idli Recipe, Stuff Idli Recipe, Idli with Vegetables, South Indian Idli Recipe, Indian Breakfast Recipe, South Indian Cuisine.
Stuffed Idli Recipe Photo.

Bhareli Idli Recipe in Gujarati | ભરેલી ઈડલી રેસીપી | Stuffed Idli.

હેલ્લો ફ્રેન્ડ્સ, આજે આપણે એક સાઉથ ઈડિયન વેરીએશન રેસીપી શીખવાના છીએ જેમાં ઈડલીને સ્ટફ કરીને એક સ્વાદિષ્ટ ડીશ બનાવવામાં આવી છે. આ ભરેલી ઈડલી (Bhareli Idli) સામાન્ય ઈડલી કરતા પણ વધુ સ્વાદિષ્ટ એવી લાગે છે. આ સ્ટફડ ઈડલીને પણ આપ સવારમાં નાસ્તા તરીકે સર્વ કરી શકો છો. બાળકોના લંચ બોક્ષમાં પણ આપ આ ઈડલી આપી શકો છો અને તેમને ખુશ કરી શકો છો. આ સ્ટફડ ઈડલીને આપ લીલી ચટની અથવા નારિયેળની ચટની સાથે સર્વ કરી શકો છો, જે બનાવવી ખુબજ આસાન છે. ઈડલી બનાવવાની બધીજ સામગ્રીઓ ખુબજ આસાનીથી મળી જાય તેવી અને ઘરેલું જ છે.

Stuffed Idli Recipe, Bharwa Idli Recipe, Stuff Idli Recipe, Idli with Vegetables, South Indian Idli Recipe, Indian Breakfast Recipe, South Indian Cuisine. Bhareli Idli Recipe.
Bhareli Idli Recipe Photo.

સામાન્ય રીતે, ભારતીય રાંધણકલામાં સાઉથ ઈડિયન રેસીપીસ નું અનેરું મહત્વ રહ્યું છે. કારણકે આ ડીશો પ્રોટીનથી અને ન્યુટ્રીશનથી ભરપુર એવી હોઈ છે. સાઉથ ઇન્ડિયન રાંધણકળાની ડીશો ભારતના લગભગ તમામ લોકોને પસંદ પડે છે. જે લોકોને સાઉથ ઈડિયન ડીશો પસંદ હોઈ તેઓને આ સ્ટફડ ઈડલી ચોક્કસપણે પસંદ પડશે. તો ચાલો મિત્રો જોઈએ સ્ટફડ ઈડલી બનાવવાની રીત.

સ્ટફડ ઈડલી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૨ કપ ઈડલીનું ખીરું(Idli batter).
  • ૨૫૦ ગ્રામ બાફેલા બટાટા(boiled potatoes).
  • ૫૦ ગ્રામ લાંબી કાપેલી ડુંગળી(chopped onions).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી લસણ-મરચાની પેસ્ટ(garlic-chili paste).
  • ૨ ચમચી તેલ(oil).
  • ૧ ચમચી રાઈ(mustard seeds).
  • ૧ ચમચી જીરું(cumin seeds).
  • ૧ ચમચી અડદની દાળ(urad dal).
  • ૫-૬ ચમચી લીંબડાના પાંદ(curry leaves).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧ પાઉચ ઈનો(eno).

સજાવટ માટે:

  • નારિયેળની ચટની(coconut chutney).

સ્ટફડ ઈડલી બનાવવાની રીત:

  • સ્ટફીંગ બનાવવા માટે સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું નાંખી તેને ત્ડ્તડવા દો. હવે તેમાં અડદની દાળ, લસણ-મરચાંની પેસ્ટ, લીંબડાના પાંદ નાંખી તેને થોડી વાર માટે સાંતડો.
  • હવે તેમાં ડુંગળી નાંખી તેને લાઈટ ગોલ્ડન બ્રાઉન થવા દો. હવે તેમાં નમક, હળદર પાવડર નાંખી થોડી વાર સાંતળો. હવે તેમાં બાફેલા બટાટા નાંખી સરખી રીતે મિક્ષ કરી લો અને ગેસ બંધ કરી દો.
  • હવે આ સ્ટફીંગ માંથી પેટીસ અથવા નાના બોલ્સ બનાવી એકબાજુ મૂકી દો. હવે ઈડલી સ્ટેન્ડને તેલ વડે ગ્રીસ કરી, ઈડલીના ખીરામાં સ્વાદ અનુસાર નમક અને ઈનો નાંખી મિક્ષ કરી લો.
  • જયારે આપ ઈડલીના ખીરામાં ઈનો નાખશો ત્યારે ઈડલીનું ખીરું બમણું થઇ જશે. હવે તેમાંથી ૧ ચમચી ખીરું લઇ ઈડલીના મોલ્ડમાં નાખો. ત્યારબાદ તેમાં વચ્ચે એક સ્ટફીંગનું બોલ મુકો.
  • હવે ફરીથી ૧ ચમચી જેટલું ક્જીરું પેટીસ પર રેડો જેથી તે સરખી રીતે ઢંકાય જાય. હવે ઈડલી સ્ટેન્ડને સ્ટીમરમાં મૂકી ૧૦-૧૨ મિનીટ સુધી પકાઓ.
  • ૧૦-૧૨ મિનીટ બાદ ગેસ બંધ કરી દઈ ઈડલી સ્ટેન્ડને સ્ટીમરમાંથી બહાર કાઢી લો અને તેને ઠંડું પડવા માટે ૫ મિનીટ એમ જ મૂકી રાખો. ૫ મિનીટ બાદ ઈડલીને સ્ટેન્ડમાંથી ચપ્પુની મદદથી બહાર કાઢી લઇ, નારીયેલ ચટની સાથે સર્વ કરો.

Bhareli Idli Recipe in Gujarati | ભરેલી ઈડલી રેસીપી | Stuffed Idli

How to make Stuffed idli at home.
Course: Breakfast
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • કપ ઈડલીનું ખીરું Idli batter
  • ૨૫૦ ગ્રામ બાફેલા બટાટા boiled potatoes
  • ૫૦ ગ્રામ લાંબી કાપેલી ડુંગળી chopped onions
  • ચમચી લસણ-મરચાની પેસ્ટ garlic-chili paste
  • ચમચી તેલ oil
  • ચમચી રાઈ mustard seeds
  • ચમચી જીરું cumin seeds
  • ચમચી અડદની દાળ urad dal
  • ૫-૬ ચમચી લીંબડાના પાંદ curry leaves
  • નમક સ્વાદ અનુસાર salt
  • ૧/૪ ચમચી હળદર પાવડર turmeric powder
  • પાઉચ ઈનો eno
  • નારિયેળની ચટની coconut chutney

Instructions