Besan Na Rolls Recipe in Gujarati | બેસન ના રોલ્સ | Snacks Recipe

0
112
Besan Rolls Recipe, Besan Masala Rolls Recipe, Masala rolls Recipe. Veg Masala Rolls Recipe, Gram Flour Rolls Recipe, Indian Snacks Recipe. Besan Na Rolls Recipe.
Besan Rolls Recipe Photo.

Besan Na Rolls Recipe in Gujarati | બેસન ના રોલ્સ | Snacks Recipe.

હેલ્લો ફ્રેન્ડ્સ, બેસન ના રોલ્સ (Besan Na Rolls) ડીશ એ બીજું કઈ નહી પરંતુ બેસનના લોટમાંથી બનાવેલ રોલ્સ છે, જેમાં સ્ટફીંગ મુકીને તેને એક વધુ સ્વાદિષ્ટ રીતે પ્રસ્તુત કરવામાં આવેલ છે. આ રોલ્સ એ મહારાષ્ટ્રના લોકોને ખુબજ પસંદ હોઈ છે. છતાં આ બેસન રોલ્સ ભારતના લગભગ મોટાભાગના સીટીમાં જોવા મળી જાય છે. આ બેસન રોલ્સ ઘર પર કઈ રીતે બનાવી શકાય, તે આપણે આજે જોઈશું. આ બેસન રોલ્સમાં બેસનના રોલ્સ અને તેના માટેનું સ્ટફીંગ બનાવવાનું હોઈ છે, જે ખુબજ સરળતાથી બનાવી શકાય છે. આ રોલ્સ મુખ્યત્વે બેસન, ડુંગળી, અને અન્ય કેટલાક મસાલાઓમાંથી બનાવવામાં આવે છે.

Besan Rolls Recipe, Besan Masala Rolls Recipe, Masala rolls Recipe. Veg Masala Rolls Recipe, Gram Flour Rolls Recipe, Indian Snacks Recipe.
Besan Na Rolls Recipe Photo.

આ રોલ્સ આપ ઘર પર જ બનાવીને આપના બાળકોને, પરિવારજનોને અને મેહમાનોને સર્વ કરી શકો છો. સવારના સમયે નાસ્તા તરીકે અથવા તો સંધ્યા સમયે નાસતા તરીકે આ બેસન રોલ્સ સર્વ કરી શકાય છે. ખાસ કરીને બાળકોને આ રોલ્સ ખુબજ પસંદ આવશે. તો ચાલો મિત્રો, જોઈએ બેસન રોલ્સ બનાવવાની રીત. આ બેસન રોલ્સ બનાવવા માટે આપને નીચે મુજબની સામગ્રીની જરૂર રહેશે.

બેસન રોલ્સ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

રોલ્સ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

  • ૧ કપ ગ્રામ ફ્લોર(Gram flour).
  • ૧ ચમચી લસણ-મરચાંની પેસ્ટ(garlic-chili paste).
  • ૧ ચમચી સમારેલ કોથમીર(coriander leaves).
  • ૧/૮ ચમચી હીંગ(asafoetida).
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧/૮ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • તેલ જરૂર અનુસાર(oil).

સ્ટફીંગ બનાવવા માટેની સામગ્રીઓ:

  • ૫૦ ગ્રામ સમારેલ ડુંગળી(onion).
  • ૫૦ ગ્રામ સુકું નારિયેળની ખમણ(grated coconut).
  • ૨ ચમચી તલ(sesame seeds).
  • ૧ ચમચી લસણ-મરચાંની પેસ્ટ(garlic-chili paste).
  • ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧/૪ ચમચી ગરમ મસાલો(garam masala).
  • ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧ ચમચી સુકી કીસમીસ(dry raisins).
  • ૧ ચમચી કાજુ(cashew nuts).
  • ૧ ચમચી સમારેલ કોથમીર(coriander leaves).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૧/૨ ચમચી ખાંડ(sugar).
  • ૧ ચમચી તેલ(Oil).
  • થોડી સમારેલ કોથમીર(coriander leaves).

બેસન રોલ્સ બનાવવાની રીત:

  • મસાલો બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાંખી, તે ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી પકાઓ. હવે તેમાં લસણ-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતડો.
  • હવે તેમાં તલ આખી થોડી વાર સાંતળો.  હવે તેમાં સુકું નારિયેળનું ખમણ, ઉમેરી મિક્ષ કરી લો અને થોડી વાર સુધી પકાઓ. ગેસ ધીમો કરી હવે તેમાં હળદર પાવડર, નમક, ખાંડ, ગરમ મસાલો, લાલ મરચું પાવડર. કાજુ અને સુકા કીસમીસ ઉમેર મિક્ષ કરી લો.
  • હવે ગેસ બંધ કરી, તેમાં સમારેલ કોથમીર ઉમેરી આ સ્ટફીંગને એક બાઉલમાં કાઢી લો. હવે બેસન છીલા બનાવવા માટે બેસનના લોટને બાઉલમાં લો.
  • તેમાં ચણાનો લોટ, હીંગ, નમક, કોથમીર, લસણ-મરચાંની પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને જરૂર અનુસાર પાણી ઉમેરી મિક્ષ કરી લો. આ બેટરનું પ્રમાણ તેમાંથી પાતળા છીલા બનાવી શકાય તેટલું પાતળું હોવું જોઈએ.
  • હવે એક નોન-સ્ટીક કડાઇ લઇ તેમાં થોડું રેડી તેને ઢોસાની જેમ ફેલાવી દો. હવે તેના કિનારે થોડું તેલ લગાવી, તેને બન્ને બાજુ સરખી રીતે પકાવો. આ રીતે બધાજ છીલા તૈયાર કરી પ્લેટમાં લઇ લો.
  • હવે એક છીલા લઇ તેના પર ૧ થી ૧૧/૨ જેટલું સ્ટફીંગ મુકો. હવે આ સ્ટફીંગને બધીજ બાજુ સરખી રીતે ફેલાવી લો. હવે તેનો રોલ્સ વાળી તેમાંથી ૧-૨ ઇંચના રોલ્સ કાપી લો.
  • આ રીતે બધાજ બેસન રોલ્સ બનાવી લો અને પ્લેટમાં લઇ, કોથમીર વડે સજાવી સર્વ કરો.

Besan Na Rolls Recipe in Gujarati | બેસન ના રોલ્સ | Snacks Recipe

Besan rolls recipe in gujarati.
Course: Snack
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • રોલ્સ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
  • કપ ગ્રામ ફ્લોર Gram flour
  • ચમચી લસણ-મરચાંની પેસ્ટ garlic-chili paste
  • ચમચી સમારેલ કોથમીર coriander leaves
  • ૧/૮ ચમચી હીંગ asafetida
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૮ ચમચી હળદર પાવડર turmeric powder
  • નમક સ્વાદ અનુસાર salt
  • તેલ જરૂર અનુસાર oil
  • સ્ટફીંગ બનાવવા માટેની સામગ્રીઓ:
  • ૫૦ ગ્રામ સમારેલ ડુંગળી onion
  • ૫૦ ગ્રામ સુકું નારિયેળની ખમણ grated coconut
  • ચમચી તલ seas am seeds
  • ચમચી લસણ-મરચાંની પેસ્ટ garlic-chili paste
  • ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૪ ચમચી ગરમ મસાલો garam masala
  • ૧/૪ ચમચી હળદર પાવડર turmeric powder
  • ચમચી સુકી કીસમીસ dry raisins
  • ચમચી કાજુ cashew nuts
  • ચમચી સમારેલ કોથમીર coriander leaves
  • નમક સ્વાદ અનુસાર salt
  • ૧/૨ ચમચી ખાંડ sugar
  • ચમચી તેલ Oil
  • થોડી સમારેલ કોથમીર coriander leaves

Instructions