Basket Chaat Recipe in Gujarati | બાસ્કેટ ચાટ રેસીપી

0
93
Basket Chaat Recipe. Potato basket Chaat Recipe. Indian Starter Recipe. Aloo Basket Chaat Recipe.
Basket Chaat Recipe Photo.

Basket Chaat Recipe in Gujarati | બાસ્કેટ ચાટ રેસીપી:

બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe) એ ભારતીય રાંધણકળા માંથી આવતી એક સુંદર મજ્જાની વાનગી છે કે જે નાનાથી મોટા સુધીના તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. લખન્વની ખુબજ પ્રખ્યાત એવી આ ચાટની પણ ઘણી અલગ અલગ વેરાયટીઓ જોવા મળે છે જેમ કે આલું ચાટ, પાપડી ચાટ, દહીં પૂરી ચાટ વગેરે વગેરે….. આ ચાટને આપ કોઈ પણ સમયે તુરંતજ બનાવી શકો છો.

Basket Chaat Recipe. Potato basket Chaat Recipe. Indian Starter Recipe. Aloo Basket Chaat Recipe.
Basket Chaat Recipe in Gujarati Photo.

સામાન્ય રીતે, બાસ્કેટ ચાટ બટાટા, ટામેટા અને અન્ય ઘણા અરોગ્ય્કારક સામગ્રીઓ માંથી બનવવામાં આવતી હોઈ છે પરંતુ આપ આપની પસંદગી અનુસાર સામગ્રીઓમાં ફેરફાર પણ આસાનીથી કરી શકો છો. આ ચાટ સામાન્ય રીતે ઘણી બધી રેકડીઓમાં , હોટલોમાં અને અન્ય જગ્યાઓએ પણ જોવા મળે છે.તો ચાલો મિત્રો, જલ્દીથી બનાવીએ બાસ્કેટ ચાટ.

બાસ્કેટ ચાટ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:
  • ૧ બાસ્કેટ માટે ૩ છોલેલાં અને છીણેલા બટાટા
  • ૧/૨ કપ બુંદી
  • ૧/૨ કપ પલાળેલો ચણાનો લોટ
  • ૧ સમારેલું ટમેટું
  • ૧/૨ કપ પલાળેલા સફેદ ચણા
  • ૧ બાફેલું અને સમારેલું બટેટુ
અન્ય સામગ્રીઓ:
  • તળવા માટે ગરણી
  • ૧/૪ ચમચી સંચર
  • ૧/૪ ચમચી નમક
  • ૪ ચમચી મધ
  • ૪ ચમચી લીંબુનો રસ
  • ૨ ચમચી લીલી ચટની
  • ૧ ચમચી આંબલીની ચટની
  • ૪ ચમચી દહીં
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર
  • ૨ સમારેલ લીલા મરચા
  • તળવા માટે તેલ
સજાવટ માટે:
  • સમારેલી કોથમીર
  • સેવ/આલું ભુજીયા

બાસ્કેટ ચાટ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બટાટાને છોલી, તેને લાંબી પટ્ટીની જેમ છીણી લો અને ત્યારબાદ તેને ૪-૫ મિનીટ માટે પાણીમાં પલાળી રાખો.
  • હવે તેને ગાળી લઇ ૨-૩ મિનીટ સુધી પાણીના ચાલુ પ્રવાહે ધોઈ લો. હવે તેને કોટનના કપડામાં લપેટી સુકવી લો.
  • હવે છીણેલા બટાટાને મેટલ પ્લેટ પર મુકો. તેના પર ચાની અથવા વેજીટેબલ ગરણી મુકો અને તેના પર બીજી ગરણી મુકો જેથી બટાટાનું છીણ તેલમાં ફેલાય ન જાય.
  • તેને સખત રીતે પકડી તેલમાં લાઈટ ગોલ્ડન બ્રાઉન થઇ ત્યાં સુધી તળી લો. હવે ગેસ બંધ કરી ગરણી તેલમાંથી બહાર કાઢી લો. હવે તેને ગરણી આકારનો શેપ મળે તે રીતે ઘાટ આપી દો.
  • હવે એક બાઉલમાં બાફેલા બટાટા અને ચણાનો લોટ મિક્ષ કરો અને બુન્દીને ૫ મિનીટ સુધી ગરમ પાણીમાં પલાળી, પાણી ગાળી લો.
  • હવે બાઉલમાં પલાળેલી બુંદી, પલાળેલા વટાણા ઉમેરો. ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા, સમારેલી કોથમીર, લીલા મરચા, લાલ મરચું પાવડર, સંચર, નમક, ૧ ચમચી આંબલીની ચટણી અને ૨ ચમચી દહીં ઉમેરો અને મિક્ષ કરી લો.
  • હવે એક બાસ્કેટમાં ૧ કપ જેટલું મિશ્રણ ભરો અને ઉપર મધ, દહીં, લીંબુનો રસ અને ગ્રીન ચટની રેડો. કોથમીર અને સેવથી ગાર્નીશ કરી સર્વ કરો.

Basket chaat recipe in gujarati(બાસ્કેટ ચાટ રેસીપી)

Easy basket chaat recipe.
Prep Time15 mins
Cook Time10 mins
Total Time25 mins
Course: starter
Cuisine: Indian
Servings: 25 mins
Author: Geetanjali kolvekar saini

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • બાસ્કેટ માટે ૩ છોલેલાં અને છીણેલા બટાટા
  • ૧/૨ કપ બુંદી
  • ૧/૨ કપ પલાળેલો ચણાનો લોટ
  • સમારેલું ટમેટું
  • ૧/૨ કપ પલાળેલા સફેદ ચણા
  • બાફેલું અને સમારેલું બટેટુ
  • અન્ય સામગ્રીઓ:
  • તળવા માટે ગરણી
  • ૧/૪ ચમચી સંચર
  • ૧/૪ ચમચી નમક
  • ચમચી મધ
  • ચમચી લીંબુનો રસ
  • ચમચી લીલી ચટની
  • ચમચી આંબલીની ચટની
  • ચમચી દહીં
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર
  • સમારેલ લીલા મરચા
  • તળવા માટે તેલ
  • સજાવટ માટે:
  • સમારેલી કોથમીર
  • સેવ/આલું ભુજીયા

Instructions