Bajra Na Rotla Recipe in Gujarati | બાજરાના રોટલા | Authentic Gujarati Recipe.
હેલ્લો ફ્રેન્ડ્સ, બાજરાનો રોટલો (Bajra na Rotla) એ બાજરાના લોટમાંથી બનતો એક રોટલો છે, જે ગુજરાતના ગામડાઓમાં અને શહેરોમાં શાક સાથે ખાવામાં આવે છે. આ બાજરાના રોટલા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને લાજવાબ હોઈ છે. ઉપરાંત આ રોટલાની ખાસ વાત એ છે કે આ રોટલો બનાવવા માટે આપને કેવળ બે જ સામગ્રીઓની જરૂર પડશે. બાજરો એ સામાન્ય રીતે પ્રોટીન અને ન્યુટ્રીશન થી ભરપુર એવું કઠોળ છે. જેથી આ રોટલો સ્વાસ્થ્ય માટે પણ ખુબજ સારો એવો માનવામાં આવે છે. ગુજરાતના મોટા ભાગના વૃધ્ધો ઘર પર રોટલો જ ખાવાનું પસંદ કરતા હોઈ છે.

હાલમાં ગુજરાતમાં અનેક હોટલો અને રેસ્ટ્રોરનટમાં કાઠીયાવાડી ભોજન તરીકે રોટલા અને શાક સર્વ કરવામાં આવે છે. આપ આ રોટલો ફક્ત બે જ સામગ્રી જેવી કે બાજરાનો લોટ અને પાણીની મદદથી ઘર પર જાતે જ બનાવી શકો છો. આ રોટલા આપ આપના કોઈ પણ મનપસંદ શાક સાથે સર્વ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ બાજરાના રોટલા બનાવવાની રીત.
બાજરાના રોટલા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧૦૦ ગ્રામ બાજરાનો લોટ (millet Flour).
અન્ય સામગ્રીઓ:
- પાણી જરૂર અનુસાર (water).
બાજરાના રોટલા બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક બાઉલમાં અથવા કોઈ પાત્રમાં બાજરાનો લોટ લઇ તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરો.
- આ લોટ અને પાણીને સરખી રીતે મિક્ષ કરી લોટ બાંધી લો.
- હવે તેમાંથી થોડો લોટ લઇ, હથેળીની મદદથી તેને રોટલાનો શેપ આપી દો.
- ત્યારબાદ તેને તવા પર અથવા તો માટીથી બનાવેલ તાવડી પર શેકી લો.
Bajra Na Rotla Recipe in Gujarati | બાજરાના રોટલા | Authentic Gujarati Recipe
Ingredients
- ૧૦૦ ગ્રામ બાજરાનો લોટ
- પાણી જરૂર અનુસાર
Instructions