Aloo Tikki Recipe in Gujarati | આલું ટીક્કી રેસીપી | Street Food.
નમસ્તે મિત્રો, આલું ટીક્કી (Aloo Tikki Recipe) એ સામાન્ય રીતે સૌની ફેવરીટ હોઈ છે અને સ્વાદિષ્ટ પણ હોઈ છે જેની અનેક પ્રકારની વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ હોઈ છે. ખાસ કરીને આલું ટીક્કી એ બધાની ફેવરીટ એવી હોઈ છે. આ ટીક્કી નાસ્તામાં લેવામાં આવતી હોઈ છે અને ભારતભરના તમામ શહેરોમાં રસ્તા પરની રેક્ડીઓમાં કે હોટલોમાં મળતીજ હોઈ છે. આલું ટીક્કી એ મુખ્યત્વે આલું એટલે કે બટાટામાંથી બનવવામાં આવતી હોઈ છે અને પાર્ટીમાં કે અન્ય કોઈ તેહવાર પર ઘર પર બનાવવામાં આવે છે. ઘણા લોકો સામાન્ય દિવસોમાં પણ આ આલું ટીક્કી ખાવાની પસંદ કરતા હોઈ છે.

આ ટીક્કી બનાવવા માટેની બધીજ સામગ્રીઓ લગભગ તમામના ઘરે ઉપ્લબ્ધ્જ હોઈ છે.જેથી આપ કોઈ પણ સમયે આલું ટીક્કી આપના બાળકો અને પરિવારજનો માટે ઘર પર બનાવી શકો છો. આપ આ ટીક્કી આપના બાળકોના લંચબોક્ષમાં પણ આપી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ આલું ટીક્કી બનવવાની રીત.
આલું ટીક્કી બનાવવા માટેનિ આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧૦ મધ્યમ કદના બાફેલા અને છોલેલા બટાટા(boiled and mashed potatoes).
- ૨૦૦ ગ્રામ વટાણા(frozen peas).
અન્ય સામગ્રીઓ:
- ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander powder).
- ૧/૨ ચમચી વરીયાળી પાવડર(fennel powder).
- ૧/૨ ચમચી આમચૂર પાવડર(amchur powder).
- ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala).
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
- ૧/૪ ચમચી જીરું(cumin seeds).
- ૧ ઇંચ આદું(ginger).
- ૧ સમારેલ લીલું મરચું(green peas).
- ૧ ચપટી હીંગ(asafoetida).
- નમક સ્વાદ અનુસાર(salt).
- ૧ ચમચી સ્ટફીંગ માટે તેલ(oil).
- ટીક્કી તળવા માટે તેલ(oil).
સજાવટ માટે:
- આંબલીની ચટની(tamarind chutney).
- કેરી અને કેપ્સીકમની ચટની(mango-capsicum chutney).
આલું ટીક્કી બનાવવા માટેની રીત;
- સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેમા જીરું નાંખી તેને તતડવા દો. હવે તેમાં ધાણા પાવડર, વરીયાળી પાવડર, હીંગ, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, આદું, લીલા મરચા ઉમેરી મિક્ષ કરી લો.
- હવે તેમાં લીલા વટાણા અને નમક નાંખી મિક્ષ કરી લો. હવે તેમાં ૧ ચમચી જેટલું પાણી નાંખી ઢાંકી દો અને થોડી વાર સુધી પકાઓ.
- હવે બટાટાને હાથ વડે મેશ કરી લો અને તેમાં નમક ઉમેરી મિક્ષ કરી લો. હવે વટાણા વાળું સ્ટફીંગ ચેક કરી લો. જો વટાણા સરખી રીતે બફાય ગયા હોઈ તો ગેસ બંધ કરી લો અને તેને થોડી વાર ઠંડું પડવા મૂકી દો.
- હવે એક તવાને ગેસ પર ગરમ કરી હાથને તેલ વડે ગ્રીસ કરી લો. હવે મેશ કરેલા બટાટાને હાથમાં લઇ તેના વડે એક નાની પૂરીનો શેપ આપી દો. હવે પુરીમાં વચ્ચે લીલા વટાણાનું સ્ટફીંગ મુકો.
- હવે આ પૂરી પર બીજી પૂરી મૂકી તેને સરખી રીતે કવર કરી લો. આ રીતે હાથ વડે બધીજ પૂરી તૈયાર કરી લો. હવે તવા પર થોડું તેલ લઇ તેના પર આ ટીક્કી તળી લો.
- ટિક્કીને બન્ને બાજુ સરખી રીતે પકાવી સર્વિંગ પ્લેટમાં લઇ લો અને આંબલીની ચટની અથવા કેરી અને કેપ્સીકમની ચટની સાથે સર્વ કરો.
Aloo Tikki Recipe in Gujarati | આલું ટીક્કી રેસીપી | Street Food
Ingredients
- ૧૦ મધ્યમ કદના બાફેલા અને છોલેલા બટાટા boiled and mashed potatoes
- ૨૦૦ ગ્રામ વટાણા frozen peas
- ૧/૨ ચમચી ધાણા પાવડર coriander powder
- ૧/૨ ચમચી વરીયાળી પાવડર fennel powder
- ૧/૨ ચમચી આમચૂર પાવડર amchur powder
- ૧/૨ ચમચી ગરમ મસાલો garam masala
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧/૪ ચમચી જીરું cumin seeds
- ૧ ઇંચ આદું ginger
- ૧ સમારેલ લીલું મરચું green peas
- ૧ ચપટી હીંગ asafetida
- નમક સ્વાદ અનુસાર salt
- ૧ ચમચી સ્ટફીંગ માટે તેલ oil
- ટીક્કી તળવા માટે તેલ oil
- આંબલીની ચટની tamarind chutney
- કેરી અને કેપ્સીકમની ચટની mango-capsicum chutney
Instructions