Aloo Sev Recipe in Gujarati | આલુ સેવ | Bateta Ni Sev Recipe.
નમસ્કાર મિત્રો, આજે અમે આપના માટે વધુ એક સૌની મનપસંદ એવી આલુ સેવ (Aloo Sev) રેસીપી લાવ્યા છે. આ સેવ લગભગ તમામ લોકોને પ્રિય હોઈ છે કારણકે આ સેવ સ્વાદમાં તમામ સેવ કરતા સ્વાદિષ્ટ લાગે છે. આ સેવ આપ ખુબજ આસાનીથી ઘર પર બનાવી શકો છો અને આપના તમામ પરિવારજનોને સર્વ કરી શકો છો. બાળકો હમેશા લંચબોક્ષમાં કઈક અલગ લઇ જવા માટેની માંગણી કરતા હોઈ છે, ત્યારે આપ આ સેવ ઝડપથી બનાવીને તેમને લંચબોક્ષમાં આપી શકો છો. આપ આ સેવને થોડા લાંબા સમય સુધી પણ સ્ટોર કરી શકો છો જેથી આપ અગાઉથી પણ આ સેવને બનાવીને સ્ટોર કરી શકો છો અને જરૂર પડ્યે સર્વ કરી શકો છો.

આલુ સેવ કોઈ પણ નાની પીકનીક કે અન્ય જગ્યા પર નાસ્તા તરીકે લઇ જઈ શકાય છે.આલુ સેવ બનાવવાની ઘણી બધી અલગ અલગ રીતો છે, જેમાંથી આપ નીચે દર્શાવેલ રીતની મદદથી ખુબજ ઝડપથી અને સ્વાદિષ્ટ રીતે સેવ બનાવી શકશો. આ સેવ બનાવવા માટેની બધીજ સામગ્રીઓ ઘરેલું અને આસાનીથી બજારમાંથી મળી જાય તેવી છે, જેથી આપ તુરંત જ તમામ સામગ્રીઓ એકઠી કરીને આલુ સેવ બનાવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ આલુસેવ બનાવવાની રીત.
આલુ સેવ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧ ચમચી બાફેલ બટાટા(potato).
- ૧૫૦-૨૦૦ ગ્રામ ચણાનો લોટ(gram flour).
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી ચાટ મસાલો(chaat masala).
- ૧/૪ ચમચી સંચર(rock salt).
- નમક સ્વાદ અનુસાર(salt).
- ૩ ચમચી પાણી(water).
- ૨ ચમચી તેલ(oil).
- તેલ તળવા માટે(oil).
આલુ સેવ બનાવવાની રીત:
- સૌ પ્રથમ બટાટાને બાફી તેની છાલ ઉતારી લો. તેને મિક્ષ્ચર બ્લેન્ડરમાં નાંખી તેમાં પાણી અને તેલ ઉમેરો. હવે તેને બ્લેન્ડ કરી તેમાંથી પેસ્ટ બનાવી લો અને એક બાઉલમાં કાઢી લો.
- હવે તેમાં નમક, ચાટ મસાલો, સંચર ઉમેરી એક વખત મિક્ષ્ચર વ્હીપ કરી લો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી લોટ બાંધી લો.
- હવે સેવનું મોલ્ડ લઇ તેમાં નાના કાણા વાળી જારી નાંખી તેમાં બાંધેલો લોટ ભરી દો. હવે કડાઈમાં તેલ મૂકી જયારે તે ગરમ થઇ જાય ત્યારે મધ્યમ તાપમાન પર આ સેવને તળી લો.
- તેને સતત હલાવતા રહો. જેથી તે સરખી રીતે પાકી જાય. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લો અને ચાટ મસાલો છાંટી સર્વ કરો.
Aloo Sev Recipe in Gujarati | આલુ સેવ | Bateta Ni Sev Recipe
Ingredients
- ૧ ચમચી બાફેલ બટાટા potato
- ૧૫૦-૨૦૦ ગ્રામ ચણાનો લોટ gram flour
- ૧ ચમચી ચાટ મસાલો chaat masala
- ૧/૪ ચમચી સંચર rock salt
- નમક સ્વાદ અનુસાર salt
- ૩ ચમચી પાણી water
- ૨ ચમચી તેલ oil
- તેલ તળવા માટે oil
Instructions