Aloo Lollipop Recipe in Gujarati | આલું લોલીપોપ

0
391
Aloo Lollipop Recipe. Potato Lollipop Recipe. Veg Lollipop Recipe. Indian Starter Recipe.
Aloo Lollipop Recipe Photo.

Aloo Lollipop Recipe in Gujarati | આલું લોલીપોપ.

નમસ્તે મિત્રો, આજે અમે આપના માટે ચિલ્ડ્રન સ્પેસીઅલ રેસીપી લાવ્યા છે જેનું નામ છે આલું લોલીપોપ (Aloo Lollipop Recipe). આલું લોલીપોપ એ બટાટા માંથી બનાવવામાં આવે એક સ્નેક રેસીપી છે જે ટોમેટો કેચપ સાથે સર્વ કરવામાં આવે છે. આ ડીશ બનાવવામાં ખુબજ સરળ છે જેથી આપ ગમે ત્યારે આપના બાળકો માટે તેમનો પસંદીદા નાસ્તો તૈયાર કરી શકો છો. આ એક એવી વૈવિધ્યપૂર્ણ રેસીપી છે કે જેને આપ મેહમાનો માટે સ્ટાર્ટર તરીકે કે પછી બાળકોની ભૂખ મટાડવા માટે કે પછી બર્થડે પાર્ટી માટે ઉપયોગમાં લઇ શકો છો.

Aloo Lollipop Recipe. Potato Lollipop Recipe. Veg Lollipop Recipe. Indian Starter Recipe.
Aloo Lollipop Recipe Photo.

સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવેલ આ રેસીપી ચોક્સ્સ્પને મેહમાંનોનું મન જીતી લેશે. ઉપરાંત લંચ બોક્ષ રેસીપી તરીકે સર્વ કરવા માટે પણ આ સ્નેક ઉત્તમ ઉપાય છે. આ ડીશ બનાવવા માટે બટાટાની સાથે ઘણી પૌષ્ટિક શાકભાજીઓનો પણ ઉપયોગ કરાયો છે જેમ કે ડુંગળી, ગાજર, કોબીજ અને કેપ્સીકમ વગેરે…….. જેથી આ સ્નેક બાળકોને ટેસ્ટની સાથોસાથ પૌષ્ટિકતા પણ પૂરી પાડશે તો ચાલો મિત્રો બનાવીએ આલું લોલીપોપ.

આલું લોલીપોપ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૨ બાફેલા બટાટા(potatoes)
  • ૩ ચમચી સમારેલ ડુંગળી(onion)
  • ૨ ચમચી સમારેલ ગાજર(carrots)
  • ૨ ચમચી સમારેલ કોબીજ(cabbage)
  • ૨ ચમચી સમારેલ કેપ્સીકમ(capsicum)

અન્ય સામગ્રીઓ:

  • ૨ ચમચી સમારેલ કોથમીર(coriander leaves)
  • ૨ સ્લાઈસીસ ફ્રેંચ બ્રેડ ક્ર્મબ્સ(French bread crumbs)
  • ૧ કપ મેંદાના લોટની સ્લરી(all purpose flour slurry)
  • ૧/૨ કપ ડ્રાય બ્રેડ કૃમ્સ(bread crumbs)
  • ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-chili-garlic paste)
  • ૧ ચમચી આમચૂર પાવડર(amchoor powder)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૧ ચમચી તેલ(oil)
  • તળવા માટે તેલ(oil)

સજાવટ માટે:

  • ત્રિકોણ કાપેલ કોબીજ, ડુંગળી, કેપ્સીકમ, કોથમીર
  • ટોમેટો કેચપ(tomato ketchup)
  • ટુથપીક(toothpick)

આલું લોલોપોપ બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાખો અને મિનીટ માટે સાંતડો. હવે તેમાં સમારેલ ગાજર, ડુંગળી, કોબીજ, કેપ્સીકમ નાંખી બધીજ શાકભાજીઓને થોડી વાર માટે સાંતડો.
  • હવે તેમાં નમક નાખી સરખી રીતે મિક્ષ કરી લો અને ગેસ બંધ કરી દો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. હવે બટાટાને છીણી લઇ તેને શાકભાજીઓ વાળા મિશ્રણ માં ઉમેરો.
  • હવે તેમાં કોથમીર, આમચૂર પાવડર, તાજું બ્રેડ ક્ર્મબ્સ ઉમેરી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો. હવે તેમાંથી નાના બોલ્સ તૈયાર કરી લો.
  • હવે મેંદાના લોટની સ્લરીને એક બાઉલ માં લો, પ્લેટમાં બ્રેડ કૃમ્બ્સ લો અને તળવા માટે તેલ ગરમ કરો. હવે બધાજ બોલ્સને સ્લરીમાં ડુબોડી, બ્રેડ ક્ર્મ્બસમાં રગદોળી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  • હવે એક ટુથપીક લઇ તેમાં ડુંગળી, કેપ્સીકમ અને ગાજર લગાવી અંતે બોલને લગાવી મેયોનીસ સાથે સર્વ કરો.

Aloo lollipop(આલું લોલીપોપ)

How to make Aloo lollipop/Aluu lolipop at home.
Course: starter
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • બાફેલા બટાટા potatoes
  • ચમચી સમારેલ ડુંગળી onion
  • ચમચી સમારેલ ગાજર carrots
  • ચમચી સમારેલ કોબીજ cabbage
  • ચમચી સમારેલ કેપ્સીકમ capsicum
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી સમારેલ કોથમીર coriander leaves
  • સ્લાઈસીસ ફ્રેંચ બ્રેડ ક્ર્મબ્સ French bread crumbs
  • કપ મેંદાના લોટની સ્લરી all purpose flour slurry
  • ૧/૨ કપ ડ્રાય બ્રેડ કૃમ્સ bread crumbs
  • ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-chili-garlic paste
  • ચમચી આમચૂર પાવડર amchoor powder
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil
  • તળવા માટે તેલ oil
  • સજાવટ માટે:
  • ત્રિકોણ કાપેલ કોબીજ ડુંગળી, કેપ્સીકમ, કોથમીર
  • ટોમેટો કેચપ tomato ketchup
  • ટુથપીક toothpick

Instructions