Achari Ringana Nu Shaak Recipe in Gujarati | આચારી રીંગણા

0
368
Achari Baingan Recipe, Pickled Brinjals Recipe, Aubergine Curry Recipe, Indian Curry Recipe, Eggplants Curry Recipe. Achari Ringana Recipe.
Achari Baingan Recipe Photo.

Achari Ringana Nu Shaak Recipe in Gujarati | આચારી રીંગણા.

નમસ્તે મિત્રો, પંજાબી રાંધણકળા એ પોતાના મસાલાથી ભરપુર વાનગીઓ અને શાકો માટે ખુબજ જાણતી છે. કારણે પંજાબી રાંધણકળાની લગભગ તમામ વાનગીઓમાં ભરપુર મસાલાઓનો ઉપયોગ થતો હોઈ છે. તેવી એક શાક માટેની રેસીપી છે જેનું નામ છે આચારી રીંગણા (Achari Ringana). આચારી બૈંગન એ વધુ એક પંજાબી રાંધણકલાઓનું અને મસાલાથી ભરપુર એવું શાક છે જે ખાવામાં અત્યંત લેહજ્તદાર અને એકદમ સ્વાદિષ્ટ છે. આ વાનગીની ખાસ વાત એ છે કે શાક બનાવામાં સરળ હોવાની સાથે થોડોજ સમય લે છે. ઉપરાંત લગભગ તમામ લોકો ને પંજાબી શાક પસંદ પડતા હોવાથી આપ મેહમાનો માટે પણ ટૂંક સમય એક સ્વાદિષ્ટ શાક તૈયાર કરી શકો છો.

Achari Baingan Recipe, Pickled Brinjals Recipe, Aubergine Curry Recipe, Indian Curry Recipe, Eggplants Curry Recipe. Achari Ringana Recipe.
Achari Ringana Recipe Photo.

આ શાક મુખ્યત્વે રીંગણ, ગોળ અને અન્ય મસાલાઓના મિશ્રણ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ તમામ સામગ્રીઓ એક એવી સામગ્રીઓ છે કે જે તમામ ઘરોના રસોડે ઉપલબ્ધ હોઈ છે જેથી આપને પૂર્વ તૈયારી સ્વરૂપે સામગ્રીઓ એકઠી કરવાની જરૂર નહી પડે. ચોક્કસ રીત અને મસાલાઓના પ્રમાણનીની મદદથી આપ રેસટ્રોરંટ જેવુજ શાક ઘર પર પણ બનાવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ આચારી બૈંગન બનાવવાની રીત.

આચારી બૈંગન બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૨૦૦ ગ્રામ રીંગણ(binjals).
  • ૨-૩ ચમચી ગોળ(jaggery).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી જીરું(cumin seeds).
  • ૧ ચમચી વરીયાળી(fennel seeds).
  • ૧૦-૧૨ લસણની કરી(garlic cloves).
  • ૧ ઇંચના આદુના ૨ ટુકડા(ginger).
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર(kashmiri red chili powder).
  • ૧/૨ ચમચી તીખું લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧/૨ ચમચી હીંગ(asafeotida).
  • ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander powder).
  • ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • અડધા લીંબુનો રસ(lemon juice).
  • ૩-૪ ચમચી તેલ(oil).
  • રીંગણ તળવા માટે તેલ (oil).

આચારી બૈંગન બનાવવાની રીત;

  • બધાજ રીંગણને લાંબી પટ્ટીમાં કાપી લઇ તેને ધોઈ લો અને ચોખ્ખા કપડામાં વીંટી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી બધાજ રીંગણના ટુકડાઓને સોફ્ટ તળાઈ જાય ત્યાં સુધી તળી લો અને પ્લેટમાં કાઢી લો.
  • હવે એક મિક્ષ્ચર જાર લઇ તેમાં લસણની કરી, આદું, તીખું લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, નમક, જીરું, વરીયાળી, હીંગ, ધાણા પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો ઉમેરી તેમાં ૨-૩ ચમચી પાણી ઉમેરો અને તેને ગ્રાઈન્ડ કરી લો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આ તૈયાર કરેલું મિક્ષ્ચર ઉમેરી, ગેસ ધીમો કરી લો. હવે આ પેસ્ટમાંથી પાણી શોષાય જાય અને તેલ છુટ્ટું પડવા લાગે ત્યાં સુધી પકાઓ.
  • જયારે બધુજ પાણી શોષાય જાય ત્યારે તેમાં જરૂર અનુસાર વધુ પાણી ઉમેરો અને આગાઉ તળેલા રીંગણ પણ ઉમેરી દો. હવે તેમાં ગોળ ઉમેરી, ઢાંકી દઈ, ગ્રેવીને ૬-૭ મિનીટ સુધી મધ્યમ તાપમાન પર પકાઓ.
  • ૬-૭ મિનટ બાદ ઢાંકણ ખોલી, તેમાં લીંબુનો રસ ઉમેરી, ફરીથી તેને ઢાંકી દઈ વધુ ૨ મિનીટ સુધી તેને પકાઓ. હવે ૨ મિનીટ બાદ ગસ બંધ કરી શાકને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.

Achari Ringana Nu Shaak Recipe in Gujarati | આચારી રીંગણા

How to make Achari baingan at home.
Course: Curries
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૨૦૦ ગ્રામ રીંગણ binjals
  • ૨-૩ ચમચી ગોળ jiggery
  • ચમચી જીરું9cumin seeds)
  • ચમચી વરીયાળી fennel seeds
  • ૧૦-૧૨ લસણની કરી garlic cloves
  • ઇંચના આદુના ૨ ટુકડા ginger
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર kashmiri red chili powder
  • ૧/૨ ચમચી તીખું લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૨ ચમચી હીંગ asafetida
  • ૧/૨ ચમચી ધાણા પાવડર coriander powder
  • ૧/૨ ચમચી ગરમ મસાલો garam masala
  • નમક સ્વાદ અનુસાર salt
  • અડધા લીંબુનો રસ lemon juice
  • ૩-૪ ચમચી તેલ oil
  • રીંગણ તળવા માટે તેલ oil

Instructions